ધરમપુર: લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, રોટરી કલબ ઓફ સુરત-તાપી અને ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા દર શુક્રવારે આંખ થતાં જનરલ રોગની તપાસ માટે અંતરિયાળ વિસ્તારના ગામોમાં મેડિકલ કેમ્પ યોજવા આવે છે જે અંતર્ગત ગતરોજ ધરમપુરના મોરદહાડ ગામમાં મેડીકલ કેમ્પનું આયોજન થયું હતું.

Decision News દ્વારા લેવામાં આવેલી મુલાકાતમાં જાણવા મળ્યું કે 31 માર્ચ 2023 ના રોજ મોરદહાડ ગામમાં મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આંખની તપાસ કરી આંખના નંબર જણાય તેઓને ચશ્મા, જનરલ દર્દીઓને તપાસ કરી દવા આપવામાં આવે છે, અને આંખના મોતિયા હોય તેઓને ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

હા મેડીકલ કેમ્પમાં લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબાના કાર્યકર્તા અને નર્સની સેવા આપતાં નેહાબેન સાથે વાત કરવામાં આવતાં તેમણે જણાવ્યું કે આ અંતરિયાળ વિસ્તારના લોકો શહેર સુધી પોતાના આરોગ્યને લઈને પોહચી શકતા નથી ત્યારે આ પ્રકારના મેડીકલ કેમ્પ અહીના સ્થાનિક આદિવાસી લોકોમાં જરૂરી બને છે આજના મેડીકલ કેમ્પમાં 200 થી વધારે આંખના અને 250 થી વધારે અન્ય દર્દીઓનું ચેકઅપ થયું તેમણે દવા આપી યોગ્ય તેમના રોગને લઈને માર્ગદર્શન અપાયું હતું.