વલસાડ : અંજલાવ દેસાઈ ફળિયા રહેતા ૨૧ વર્ષીય વીનીતાબેન હેમંતભાઈ પટેલ તા. ૦૯-૦૩-૨૦૨૩ના રોજ સવારે ૯-૩૦ વાગ્યે વલસાડ કપડા લેવા જાઉં છું એમ કહી કશે જતા રહ્યા છે જે આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી.

Decision News ને મળેલી માહિતી મુજબ ગુમ થનાર ૫ ફૂટ ઉંચાઇ, રંગે ઘઉંવર્ણના, પાતળો બાંધો ધરાવે છે. તેમણે પીળા કલરની કુર્તી, મરૂન કલરની લેગિંગ્સ અને પગમાં ચપ્પલ પહેરેલા છે. તેઓ ગુજરાતી ભાષા જાણે તથા બોલે છે. જો કોઈને આ મહિલાની ભાળ મળે તો વલસાડ રૂરલ પોલીસ મથકનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.