ગુજરાત: વર્તમાનમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમે ૨૦૨૩-૨૪ના નાણાંકીય વર્ષ માટેના વીજદર વધારા માટે ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ કરેલી પીટીશનમાં વીજદરમાં સીધો કોઈ જ વધારો માગ્યો નથી, પરંતુ સિફતથી ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ એફપીપીપીએના પાયાના દરમાં ૭૦ પૈસાનો વધારો માગી લીધો છે.
ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે આ વધારાના ગુજરાત વીજ નિયમન પંચ માન્ય રાખે તો તેને પરિણોમે એફપીપીપીએ-ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ અત્યારે યુનિટદીઠ રૃા. ૧.૯૦ ચૂકવવાના આવે છે તે વધીને રૃા. ૨.૬૦ થઈ જશે. તદુપરાંત વીજ ખરીદી અને વીજ ઉત્પાદન માટે વપરાતા ઇંધણમાં આવતા ખર્ચ બોજના વધારાનો ખર્ચ એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ માગી શકશે. આ વધારાને પરિણામે ગુજરાતના ૧.૪૦ કરોડ વીજ વપરાશકારોને માથે મહિને અંદાજે રૃા. ૭૦૦ કરોડ અને વરસે અંદાજે રૃા. ૮૪૦૦ કરોડનો બોજો આવી શકે છે. એફપીપીએના દરમાં યુનિટદીઠ ૭૦ પૈસાનો વધારો માગ્યો હોવાથી એક યુનિટે લેવાતા એફપીપીપીએમાં રૃા. ૭૦નો વધારો તો સીધો જ આવી જશે. હવે આપણે ત્રિરાશી માંડીએ તો ખરેખર વીજ બિલમાં કેટલો વધારો આવે છે તેનો અંદાજ આવી જશે. મહિને ૫૦ યુનિટ વીજળી વાપરનારે યુનિટદીઠ અત્યારે રૃા. ૩.૦૫ ચૂકવવા પડે છે. તેના પર એફપીપીપીએના રૃા. ૨.૬૦ વત્તા નવા ૭૦ પૈસા મળીને રૃા. ૩.૩૦ ચૂકવશે. પરિણામે રૃા. ૫.૬૫ના ભાવે એક યુનિટ વીજળી મળતી હતી તે ઇલેક્ટ્રિસિટી ડયૂટી સાથે યુનિટે રૃા. ૬.૩૦થઈ જશે. તેના પર ૧૫ ટકા ઇલેક્ટ્રિસિટી ડયૂટી ચડાવવામાં આવે તો રૃા. ૬.૫૦ના યુનિટદીઠ દરની વીજળીનો ભાવ વધીને યુનિટદીટ રૃા. ૭.૩૦ થઈ જશે.
આમ મહિને ૨૦૦ યુનિટ વીજળી વાપરનારાઓને માથે મહિને અંદાજે રૃા. ૧૬૦નો અને બાર મહિને ૧૯૨૦નો વધારાનો બોજ આવશે. તેમ જ મહિને રૃા. યુનિટ વીજળીનો વપરાશકરનારાઓને માથે મહિને રૃા. ૩૨૦નો અને વર્ષે રૃા. ૩૮૪૦નો બોજો આવશે. હાલમાં પાવર પરચેઝ કોસ્ટ વધીની યુનિટદીઠ ૫.૭૫ થઈ ગઈ છે.

