વઘઈ: ખોટું કામ લોકોથી છુપાવી શકાય પણ કુદરતથી નહિ અને તેજ વાત કુદરતે વરસાદના સ્વરૂપે આવીને ખુલ્લું પાડ્યું હોય એમ વઘઈ તાલુકામાં પુલિયા બનાવવાનું કામ કરતા કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર અને જવાબદાર તંત્રના કટકીબાજ અધિકારીઓની કામગીરીની પોલમપોલ ખોલી નાખી તેના દ્રશ્યો સર્જાયા છે.
જુઓ વિડીયો..
Decision News દ્વારા વઘઈના હનવતચોંઢ ગામની મુલાકાત લેવામાં આવી હતી ત્યાનું આ દ્રશ્ય છે જ્યારે આ મુદ્દાને લઈને ગામના લોકો સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે આ પુલિયામાં કોન્ટ્રાક્ટરની કામગીરી કરતા અમારી મહેનત વધારે છે અમે આ પુલિયા બનાવવા પૂરણ નાખ્યું હતું આ પુલિયા બનાવ્યાના બે વર્ષ થયા છે અને બે ચોમાસના વરસાદમાં તૂટી ગયું હતું. આ બાબતે અમે અરજી કરી એટલે કોન્ટ્રાકટર આવે અને ઉપરાઉપર કામ કરીને જતો રહે છે અને કહે છે આ બધું મારી કામગીરીમાં નથી આવતું પણ હું કરું છું. અને ખાસ વાત તો એ કે તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે અમને ફરિયાદ કરવાનો ડર લાગે છે કારણ કે આ ડાંગના MLAનું ગામ છે. હવે આ MLAની જવાબદારી છે કે લોકોને એમનો ડર ન લાગે એવું કઈક કાર્ય કરવામાં આવે અને કોન્ટ્રાકટર તથા કટકીબાજ અધિકારી ઠેકાણે પડે.
જાગૃત યુવા તુષાર કામડી Decision News સાથે વાતચીત કરતા કહે છે કે આખા ડાંગમાં શિક્ષણ આરોગ્ય કે આવા રોડ રસ્તામાં તમે ભ્રષ્ટાચાર થયાનું જોઈ શકો છો કારણ કે અહી જે પણ મોટાભાગના કામો થાય છે એમાં કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચારી અને અધિકારીઓ કટકીબાજ જ હોય છે અને એની સામે પ્રજા દ્વારા ચુંટાયેલા નેતા કે ઉપરી અધિકારી પણ કોઈપણ કડક પગલાં લેતા નથી જેના કારણે ડાંગમાં આ હાલત છે. જો આ પ્રકારના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને અને કટકીબાજ અધિકારી વિરુદ્ધ બોલવું પડશે એમના વિરુદ્ધ લાદત લડવી પડશે તો જ આવા પ્રજાના હકના પૈસાથી પોતાના પેટ મોટા કરતા લોકોની શાન ઠેકાણે આવશે.

