ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકા પંચાયતમાં સામાન્ય સભા 12: 30 અને પછી 3:00 વાગ્યાના સસમયગાળામાં યોજવાની હતી જેમાં ખુદ વિપક્ષ અને આદિવાસી અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ હાજર રહ્યા પરંતુ સતાપક્ષના પ્રમુખ તેમજ સતા પક્ષ BJPના એક પણ સભ્ય હાજર રહ્યાનું સામે આવતા ધરમપુરના આદિવાસી લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

આ બાબતે વિપક્ષના આગેવાન અને ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે Decision Newsને જણાવ્યું કે..

ધરમપુર તાલુકા પંચાયતમાં રદ થયેલી સામાન્ય સભાથી સવાલ એ ઉભા થાય છે કે શુ ચૂંટાયેલ નેતાઓને આવા વરસાદના કપરા સમયમાં લોકોના પ્રશ્નોની ચર્ચાઓ કરવી જોઈ એ કે નહીં.? સતાધારી પક્ષના સભ્યોનો કામો બાબતે અસંતોષ હોઈ શકે ખરો.? લોકોના ઘણા પ્રશ્નો અને સમસ્યાની ચર્ચા વિચારણા કરવામાં શાસક પક્ષને કોઈ વાધો હોઈ શકે ખરો..? જેવા સવાલો હાજર રહેલા વિરોધ પક્ષ અને વિપક્ષના નેતાઓ ઉઠાવી રહ્યા હતા.