ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે ચાર કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી જતાં સર્વત્ર પાણી ફરી વળ્યાં હતાં. ઉમરગામમાં દિવસનો કુલ સાડા 9 ઇંચ વરસાદ પડી જતાં ઉરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
Decision Newsને મળેલી માહિતી મુજબ રસ્તા ઉપર પાણી ફરી વળતાં લોકોને મુશ્કેલી પડી હતી. સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 9.36 ઇંચ, કપરાડામાં 1.88 ઇંચ, ધરમપુરમાં 1.2 ઇંચ, પારડીમાં 3.25, વલસાડમાં 4.08 ઇંચ અને વાપીમાં 3.6 ઇંચ વરસાદ પડ્યો હતો. વાપી શહેરના રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળતાં વાહન ચાલકોને હાલાકી પડી હતી.
વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદે તારાજી સર્જી હતી. વલસાડના મુલ્લાંવાડી વિસ્તારમાં વૃક્ષ ધરાશાઈ થયું હતું. વર્ષો જૂનું લીંબડાનું વૃક્ષ ધરાશાઈ થયું હતું જેમાં 1 મહિલાને ઈજા પહોંચી હતી. વૃક્ષ ધરાશાઇ થવાથી 2 કાચા મકાનોને નુકસાન થયું હતું. જોકે કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી.

