વાંસદા: બે દિવસ પહેલા વાંસદાના 26 વર્ષીય અસ્થિર મગજ ધરાવતી યુવતી સાથે જ કૌટુંબિક કાકાનો સબંધ ધરાવનારાએ ઘરમાં એકલતાનો ફાયદો ઉઠાવીને આધેડ દ્વારા દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

એવું જાણવા મળ્યું કે દીકરીની માતા વહેલી સવારે કરીયાણુ લેવા માટે દુકાને ગઈ હતી આ સમયનો ફાયદો ઉઠાવી  કૌટુંબિક કાકાએ માનસિક બીમારી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અચાનક માતા ઘરમાં આવી જતાં માતા દ્રશ્ય જોઈ અવાચક બની ગઈ હતી અને માતાએ દીકરી સાથે આવું કૃત્ય કરનારને પકડવાની કોશિશ કરી પણ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

હાલમાં આ પ્રકારનું કૃત્ય કરનારા કાકા જેલના સળિયા પાછળ છે. ગામના લોકો અને દીકરીની માતા દ્વારા તેના વિરુદ્ધ  વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી PSI વાઘેલા દ્વારા હાથ ધરવામાં આવી છે