ખેરગામ: ખેરગામ ખાતે યોજાયેલ મુસ્લિમ પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજની આલિયા ઇલેવન, જાવેદ એન્ડ સન્સ, નવાઝ ઇલેવન અને કિંગ કોબ્રા ઇલેવન મળી 4 ટીમોએ ભાગ લીધો હતો જેનું ઉદઘાટન ડો. નીરવ પટેલ તથા ડો. દિવ્યાગી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું

Decision Newsને મળેલી જાણકારી મુજબ સ્પર્ધાની તમામ લીગ મેચના અંતે નવાઝ ઇલેવન અને જાવેદ એન્ડ સન્સની ટીમ ફાઇનલમાં હતી. જેમાં નવાઝ ઇલેવન પ્રથમ બેટિંગ કરી 66 રન કર્યા હતા. જેના જવાબમાં જાવેદ એન્ડ સન્સની ટીમે છેલ્લી ઓવરમાં 67 રનનું લક્ષ્ય પાર કરી MPL સીઝન 2 ની ચેમ્પિયન ટીમ બની હતી.

આ આયોજનના પ્રસંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, સરપંચ ઝરણાં બેન પટેલ, ખેરગામ કોંગ્રેસ પ્રમુખ સસીન ભાઈ પટેલ, ધર્મેશ પટેલ, ભાજપ અગ્રણી ભોતેષ કંસારા, અઝિઝ ભાઈ કોરીવાલા, સતીષ ભાઈ પટેલ, સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.