નવસારી: ગતરોજ નવસારીના જાણીતા વિદ્વાન વકીલ પરેશભાઈ વાટવેચા અને વૈશાલી વાટવેચા દ્વારા ગુજરાતની પ્રથમ વેબસાઈટ “સંબંધોના સંઘર્ષનો સારથી”નો શુભારંભ મહાત્મા જ્યોતિરાવ ફૂલે ની 200મી જન્મજયંતીના શુભ દિવસે ગુજરાતમાં સૌ પ્રથમવાર લગ્ન સંસ્થાઓ મજબૂત બનાવવા, મૈત્રીપૂર્ણ સંબંધો પુન:સ્થાપિત કરવા, કૌટુંબિક તકરારનું નિવારણ અને આત્મહત્યા રોકવા કાયદા સાથે મનોવૈજ્ઞાનિક રીતે સચોટ રિલેશનશિપ કાઉન્સિલિંગ માર્ગદર્શન માટે રિલેશનશિપ કાઉન્સિલર વેબસાઈટનો સુંદર શુભારંભ ઉત્કર્ષ મંડળ નવસારી અને વિદ્યા સંજીવની મંડળના સહયોગથી ઉત્કર્ષ સંગીત સંધ્યાના સથવારે પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં કરવામાં આવ્યો.

જે ગુજરાતભરમાં પ્રથમ છે. પરેશકુમાર વાટવેચાએ ખુબ વિસ્તારથી જણાવ્યું હતું કે લગ્નજીવન એ એક ખુબ જ પવિત્ર સંબંધો છે,વૈચારિક પ્રશ્નો વિટબણા,સંઘર્ષ,મનદુઃખ બાબતે ખૂબ જ વિસ્તારથી સુંદર આગવી શૈલીમાં સંબંધોના સંઘર્ષ બાબતે વિગતે સમજ કરી હતી. આ પ્રસંગે ઉત્કર્ષ મંડળ તરફથી એક વિદ્યાર્થી માનવ જાદવને તેના એરક્રુના અભ્યાસ માટે રૂપિયા 60હજારની આર્થિક મદદ મંડળના સભ્યો સહયોગીઓ દાતાઓના સહયોગથી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું. ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશ વશી એ મંડળની વિવિધ પ્રવૃત્તિઓ આરોગ્ય,શિક્ષણ, પર્યાવરણ વગેરે અનેક ક્ષેત્રોમાં વિવિધ પ્રકલપો દ્વારા સેવા કરવામાં આવી રહી છે તેની વિગતો આપી જેને તમામે વધાવી લીધી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ ધર્મેશભાઈ કાપડિયાના વક્તવ્યમાં ધીરજ, વર્થ, મેનેજમેન્ટથી જીવન રિલેશન સંબંધોને ખૂબ જ સારી રીતે સંભાળી શકાય તેવી વાતો રજૂ કરેલ હતી.

ઉત્કર્ષ સંગીત સંધ્યામાં નવસારીના સંગીત પ્રેમીઓ, ગીતકારોએ,દેશભક્તિનાગીતો તેમજ વીણાવાદીની ગ્રુપો પ્રજ્ઞાબેન વૈદ્યના ગ્રુપે લગ્નવિધિના શરૂઆતથી લઇ સંપન્ન થાય ત્યાં સુધીના લગ્નગીતો રજૂ કરેલ. કાર્યક્રમમાં હરેશભાઈ વશી, હેમલતાબેન વશી, દિનેશભાઇ મિસ્ત્રી, ડૉ. નિલેશભાઈ પટેલ, ડો.દિવ્યાંગીબેન પટેલ, દિનેશભાઇ લુહાર, દિપકભાઈ લુહાર, ચેતનભાઈ લુહાર, નાનજીભાઈ લુહાર ખાસ હાજર રહેલ.મુનાફ કાપડિયાની ટીમે દેશ ભક્તિના ગીતો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમનુ સફળ એન્કરિંગ મુનાફ કાપડિયાએ કરેલ હતું.

આ બાબતે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ અને ખેરગામના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલના તણાવયુક્ત અને ભાગદોડ ભરેલા સમયમાં સંબંધો ખુબ જ ઝડપથી તૂટી રહ્યા છે ત્યારે આવી રીતે સમજણ આપનાર કાઉન્સિલરોની ખુબ જ જરૂરત છે ત્યારે પરેશભાઈ જેવા સંનીષ્ટ વકીલનો સહકાર મળશે તો અનેક સંબંધો તૂટતાં અટકી જશે એવું મારું દ્રઢપણે માનવું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here