દાહોદ: નેતાઓ ચૂંટણીમાં રાજકીય પક્ષોના મેનડેન્ટ પર કે ચૂંટણી લડવા માટે એડિયોટીનું જોર લગાવતા હોવા છતાં કેટલાય નેતોઓની ઈચ્છા અધુરી રહી જાય છે. કેટલાયને તો મેન્ડેટ મળ્યુ હોવા છતા ફોર્મ ભરવા જાય ત્યારે ઉમેદવાર બદલાય જતા હોય છે આવી પણ ઘટના બની છે ત્યારે ફરી એક વખત એક અજીબ ઘટના બની છે.ભાજપ, આપ,કોંગ્રેસે એક જ વ્યક્તિને ઉમેદવાર જાહેર કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ સમાચાર વાંચીને તો કદાચ તમને પણ નવાઇ લાગશે પણ આ હકિકત છે. આ ઘટના દાહોદમાં બની છે. દાહોદ જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો છે. ધાનપુર તાલુકાની પીપેરો જિ.પંની બેઠક પર ઐતિહાસીક ઘટના બની છે. આવી ઘટના રાજકીય ઇતિહાસમાં ક્યારેય બની નહી હોય. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ગુજરાતમાં આ સૌથી મોટી ગંભીર ભૂલ કહો કે કોઇ અન્ય કારણ પણ આ ઘટના બનતા રાજકીય પક્ષોની ઉંઘ ઉડી ગઈ હશે તે તો નિશ્ચિંત છે. ગઇકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો અને એક મોટી ભૂલ સામે આવી છે.
ભરતસિંહ વાખળા નામના ઉમેદવારને ત્રણેય પક્ષોએ મેન્ડેટ આપ્યું. આ એ જ ભરતસિંહ વાખળા છે જે અગાઉ બચુ ખાબડ સામે ચૂંટણી લડી ચુકયા છે. હકિકતમાં આ બેઠક પર આપ પાર્ટીએ ભરતસિંહને મેન્ડેટ આપ્યું ત્યાર પછી કોંગ્રેસે પણ આમને જ મેન્ડેટ આપ્યું. ભાજપે પણ પાઇપોરા પીપેરો બેઠક પર ભાજપે પણ તેમને મેન્ડેટ આપ્યું. જો કે એક સમાચાર ચેનલના પત્રકાર દ્વારા પણ મામલતદારને ફોન કરી પુષ્ટી કરવામાં આવી હતી અને મામલતદારે પણ જણાવ્યું હતું કે ત્રણેય રાજકીય પક્ષોએ એક જ વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું. આવી ઘટના ગુજરાતમાં ક્યારેય બની નહી હોય અને બનશે પણ નહી.










