દક્ષિણ ગુજરાત: આદિવાસી વિસ્તારોમાં એક નવો અને ખતરનાક પ્રકારનો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે જેમ કે પરપ્રાંતીય તોડબાજો પત્રકારો આદિવાસીઓ પાસે ખંડણી અને ઉઘરાણી કરી રહ્યા છે. આ તોડબાજો સ્થાનિક દુકાનદારો, લારી-ગલ્લા વાળાઓ તથા જમીન પર રોજગાર કરતા લોકોને કાયદાની વાતોમાં ફસાવવાની ધમકી આપીને પૈસા ઉલેચી લઈ રહ્યા છે.
આવા પત્રકારો પોતાનો ‘રોફ’ જમાવવા માટે આદિવાસી વિસ્તારોમાં આવીને સીધા જ લોકોના ધંધા-રોજગાર પર દબાણ કરે છે. જો કોઈ વ્યક્તિ પૈસા આપવાની ના પાડે તો તેને “ન્યૂઝમાં નામ આપી દઈશ, તારી દુકાન બંધ કરાવીશ, કાયદાની કાર્યવાહી કરાવીશ” જેવી ધમકીઓ આપી ઉઘરાણીથી આદિવાસીઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે અને મોટા ભાગે ચૂપચાપ પૈસા આપી દે છે. આ ઉદાહરણ સ્વરૂપ જોઈએ તો તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીઠાદરા ગામે પત્રકારના નામે રોફ જમાવી સસ્તા અનાજના દુકાનદાર પાસેથી ₹21,000 ની ખંડણી માંગનાર ત્રણ ઈસમો સામે ડોલવણ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે તાપી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
આદિવાસી આગેવાનોએ જણાવ્યું છે કે, “જો આવા કોઈ તોડબાજ તમને ન્યૂઝમાં આપી દેવાની ધમકી આપે અથવા પૈસાની માંગણી કરે તો તરત જ પોલીસમાં ફરિયાદ કરો. આવા ભ્રષ્ટાચારી અને શોષક તત્વો સામે લડવા માટે તૈયાર રહો, કોઈ પણ વ્યક્તિ જે પોતાને પત્રકાર ધમકી આપી રૂપિયા માગે તો તેની વિડીયો અથવા ઓડિયો રેકોર્ડિંગ કરી લો અને તરત જ પોલીસને સંપર્ક કરો. આવા અન્યાય સામે સામૂહિક લડાઈ જરૂરી છે. આદિવાસી સમાજના હિતમાં આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ વધી રહી છે.











