નવસારી: આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ સક્રિયતા દાખવી છે. પાર્ટીએ વાંસડા જિલ્લા પંચાયત હેઠળની દેગામ તાલુકા પંચાયત, ચાસા તાલુકા પંચાયત, વાંસડા તાલુકા પંચાયત અને નોગામ તાલુકા પંચાયત સીટો તેમજ સમરોલી જિલ્લા પંચાયત હેઠળની આલીપોર તાલુકા પંચાયત સીટ પર ઉમેદવારી પત્રો ભર્યા છે.

નવસારી આમ આદમી પાર્ટીના પ્રમુખ પંકજ પટેલએ Decision News ને જણાવ્યું કે, “આમ આદમી પાર્ટી સ્થાનિક સ્તરે મજબૂત પગલાં ભરી રહી છે. અમે વિકાસ, પારદર્શિતા અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને ચૂંટણી લડીએ છીએ. આ બેઠકો પર અમારા ઉમેદવારો જનતાના સાચા સેવક સાબિત થશે.” અમારો ફોકસ ગામડાઓમાં પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જઈશું.

પાર્ટીના આ પગલાથી નવસારી જિલ્લામાં ત્રિકોણીય મુકાબલો વધુ તેજ બન્યો છે. આમ આદમી પાર્ટીએ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વ્યાપક તૈયારી કરી છે અને વધુ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં છે. આ ઉમેદવારી ભરવાની પ્રક્રિયા સાથે નવસારી જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here