માંડવી: ગતરોજ માંડવી-કિમ રાજ્ય ધોરીમાર્ગ પર વદેશિયા ગામના બસ સ્ટેશન નજીક આજે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત થતાં જ અરેરાટી ફેલાઈ ગઈ હતી. લોકોનું કહેવું હતું કે ઝડપી ગતિએ આવતા ટ્રકે બાઈક સવાર યુવાનોને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી પણ ગંભીર ઇજાઓને કારણે બંને યુવાનોને બચાવી શકાયા નહોતા. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા સ્થાનિક લોકોએ કહ્યું કે, આ વિસ્તાર લાંબા સમયથી અકસ્માતનો પર્યાય બની ગયો છે. રસ્તા બિસ્માર હાલતમાં છે ઘણી જગ્યાએ ખાડાઓ છે અને અહીં સ્પીડ બ્રેકર, સ્ટ્રીટ લાઈટ અને ચેતવણીના બોર્ડનો અભાવ હોવાથી વાહનચાલકો મોતને ભેટે છે.

લોકોએ આક્ષેપ કર્યો છે કે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે વારંવાર આવા અકસ્માતો બની રહ્યા છે અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં રોષનું વાતાવરણ ફેલાયું છે. લોકોએ તંત્ર પાસે તાત્કાલિક રસ્તાની મરામત, સ્પીડ નિયંત્રણ માટે પગલાં માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here