કપરાડા: ગતરોજ કપરાડા તાલુકામાં આરોગ્યની અત્યંત ચોંકાવનારી અને ડરામણી હકીકત સામે આવી છે. અહીં યોજાયેલા મેડિકલ કેમ્પમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે દર 10 માંથી 8 લોકો ડાયાબિટીસ એટલે કે સુગરથી પીડિત છે. જેનું મુખ્ય કારણ લોકો દ્વારા ઠંડા પીણાંની લત છે.
જો તમે કપરાડા અને આસપાસના વિસ્તારોની મુલાકાત લેશો તો અહીની ખડતલ જીવન જીવતા આદિવાસી લોકો ઠંડા પીણાંના રવાડે ચઢી ગયા છે અહી ભણે પાણીની અછત જોવા મળતી હોય પણ કોલ્ડ ડ્રિક્સ સહેલાઈથી મળી જાય છે. એવું કહેવાય છે કે અહી વસતાં આદિવાસી લોકો મજૂરી કામે જાય છે ત્યારે તરસ છિપાવવા માટે દિવસમાં 2 થી 3 વખત ઠંડા પીણાં પર નિર્ભર હોય છે. તબીબોની ચેતવણી છતાં, જાગૃતિના અભાવે અને ભગત-ભુવામાં વધુ શ્રદ્ધા હોવાથી લોકો સમયસર ડાયાબિટીસનું ચેકઅપ કરાવતા નથી.
નાનાપોંઢા તબીબ ડો. દિવ્યેશ ચૌધરી જણાવે છે કે પાછલા મેડિકલ કેમ્પમાં 10માંથી 8 લોકોને ડાયાબિટીસ જોવા મળ્યો હતો. લોકો હજુ પણ બીમારીમાં તબીબ પાસે જવાને બદલે ભગત-ભુવામાં માની રહ્યા છે. ઠંડાપીણાંથી દૂર રહેવું હવે અત્યંત જરૂરી છે.











