AI ફોટોગ્રાફ્સ

નવસારી: ભારત દેશને હજારો કરોડની લૂંટ મારીને વિદેશમાં ઠાઠ-માઠથી જીવતા અરબપતિ ચોરોની યાદીમાં એક પણ આદિવાસી કે દલિત વ્યક્તિ નથી. આ વાતને આદિવાસી સમાજે “ઈમાનદારીની કસમ” તરીકે રજૂ કરી છે. તેમણે સરકાર અને પોલીસ વ્યવસ્થાને સવાલ કર્યો છે કે જ્યારે આદિવાસી અને દલિત સમાજના ગરીબ, નિર્દોષ લોકોને ગુનેગારનો ટેગ લગાવી જેલમાં ધકેલવામાં આવે છે, ત્યારે આ મોટા ચોરો વિદેશમાં વિલાસી જીવન જીવી રહ્યા છે તો તેમનું શું?

આદિવાસી સમાજના આગેવાનો અને સંગઠનોએ આજે જાહેર માંગ કરી છે કે આ લોકોની સંપત્તિ તાત્કાલિક વસૂલ કરવામાં આવે અને ભારત પરત લાવવામાં આવે. તેઓ કહે છે, “આદિવાસી અને દલિત સમાજના ગરીબોને નાની-નાની ભૂલ માટે પોલીસ ગુનેગાર બનાવી દે છે, જ્યારે કરોડો-અરબોની લૂંટ કરનારા આ લોકોને કોઈ સ્પર્શતું જ નથી.

આ છે આદિવાસી સમાજે જાહેર કરેલી મોટી લૂંટની યાદી:

• વિજય મલ્યા  ૯,૦૦૦ કરોડ+
• નીરવ મોદી ૧૩,૦૦૦ કરોડ+
• મહુલ ચોક્સી ૭,૦૦૦ કરોડ+
• જતીન મહેતા ૬,૮૦૦ કરોડ+
• નિતિન સંદેસરા ૫,૪૦૦ કરોડ+
• ચેતન સંદેસરા ૫,૪૦૦ કરોડ+
• ઉમેશ પારેખ ૨,૬૦૦ કરોડ+
• કમલેશ પારેખ ૨,૬૦૦ કરોડ+
• નિલેશ પારેખ ૨,૬૦૦ કરોડ+
• લલિત મોદી ૧,૭૦૦ કરોડ+
• રિતેશ જૈન ૧,૪૦૦ કરોડ+
• રાજીવ ગોયલ ૭૮૦ કરોડ+
• અલકા ગોયલ ૭૮૦ કરોડ+
• આશિષ જોબનપુત્રા ૭૭૦ કરોડ+
• Sabhya સેઠ ૩૯૦ કરોડ+

આદિવાસી સમાજના શિક્ષિત યુવાનો જણાવે છે કે, “અમારા સમાજમાંથી કોઈએ દેશની અર્થવ્યવસ્થાને આટલી મોટી લૂંટ મારી નથી. પછી પણ અમારા ગરીબ યુવાનો અને મહિલાઓને ખોટા કેસમાં ફસાવી જેલમાં રાખવામાં આવે છે. આ અન્યાય છે. સરકારે હવે આ મોટા ચોરો પાછળ કાર્યવાહી કરવી જોઈએ અને અમારા નિર્દોષ લોકોને તુરંત મુક્ત કરવા જોઈએ.” આ માંગને લઈને આદિવાસી સમાજના વિવિધ સંગઠનો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની તૈયારીમાં છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here