સુરત: આદિવાસી સમાજ વર્ષોથી “ખોટા આદિવાસીઓ”ના મુદ્દે અવાજ ઉઠાવતો આવ્યો છે, છતાં રાજકીય પાર્ટીઓ આ મુદ્દાને ગંભીરતાથી લેતી નથી. આના કારણે સાચા આદિવાસીઓના હક્ક અને સરકારી લાભો ધીમે ધીમે છીનવાઈ રહ્યા છે, તેવી ચિંતા આદિવાસી સમાજમાં વ્યક્ત થઈ રહી છે.
હાલમાં સુરત મહાનગર પાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 8 ની એસટી (આદિવાસી) રિઝર્વ બેઠક પર આમ આદમી પાર્ટી (AAP) એ એક ખોટા આદિવાસી ઉમેદવારને ટિકિટ આપી છે. આદિવાસી સમાજના આગેવાનોનું કહેવું છે કે આ માત્ર એક ઉમેદવારી નથી, પરંતુ આદિવાસી સમાજના અધિકારો પર સીધો આક્રમણ છે.
સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, “જો આજે આપણે એકજૂટ થઈને આનો વિરોધ નહીં કરીએ તો કાલે ખોટા આદિવાસીઓ સાચા આદિવાસીઓ પર શાસન કરવાની સ્થિતિ ઊભી થશે.” આ કાવતરાં પાછળ ઈશુદાન ઘડવી અને મનોજ સોરઠીયા જેવા આદિવાસી વિરોધી માનસિકતાવાળા લોકોની ચાલ હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
આદિવાસી સમાજના આગેવાનોએ અપીલ કરી છે કે સમગ્ર આદિવાસી સમાજે આ મુદ્દે જાગૃત થવું જોઈએ અને એકતા સાથે વિરોધ કરવો જોઈએ, જેથી સાચા આદિવાસીઓના અધિકારોનું રક્ષણ થઈ શકે. આ મુદ્દે આદિવાસી સંગઠનો તરફથી વધુ તીવ્ર પ્રતિક્રિયા અને આંદોલનની તૈયારીઓ ચાલી રહી હોવાની પણ વાતો સામે આવી રહી છે.











