માંડવી: છત્તીસગઢ રાજ્યમાં 25 માર્ચથી 3 એપ્રિલ 2026 દરમિયાન યોજાયેલા ‘ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સ 2026’માં માંડવી તાલુકાના વરજાખણ ગામની આદિવાસી દિકરી મયુરી ગામીતે લાંબી કુદ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
દેશભરના હજારો આદિવાસી ખેલાડીઓની હાજરીમાં મયુરીએ પોતાની ક્ષમતા અને મહેનતનો પરિચય આપતાં પોડિયમ પર સ્થાન મેળવ્યું. આ સિદ્ધિ સાથે મયુરીએ માંડવી પંથક તેમજ સમગ્ર જિલ્લા માટે ગૌરવ વધાર્યું છે. મયુરી ગામીત આદિવાસી વિસ્તારની યુવતી છે. તેણે લગન અને સતત પ્રેક્ટિસના આધારે આ સફળતા હાંસિલ કરી છે. તેની આ સિદ્ધિ સ્થાનિક આદિવાસી યુવાનો અને ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.
ગામલોકો અને પરિવારજનોએ મયુરીને ખૂબ અભિનંદન પાઠવ્યા છે. સૌ કોઈ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે મયુરી આગામી સ્પર્ધાઓમાં વધુ સારું પ્રદર્શન કરીને મેડલ પણ જીતશે. આ વખતે ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સમાં આદિવાસી ખેલાડીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાના હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.











