ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના રૂઝવણી ગામે બામસેફ (BAMCEF) સંગઠનની મહત્વની મિટિંગ યોજાઈ હતી. બિહારથી આવેલા એન્જિનિયર જે. પ્રકાશની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં જાતિવાદ, પાખંડવાદ, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા સામે તીવ્ર પ્રહારો કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ, સમાનતા, બંધુતા, એકતા, સંગઠન અને મહેનત પર ખૂબ જ આગ્રહ કર્યો હતો. વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જીતેન્દ્રભાઈ પટેલની નાનકડી દીકરીનું વક્તવ્ય. તેમણે ડો. ભીમરાવ આંબેડકર, મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે વિશે સુંદર વક્તવ્ય આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં તિલક પટેલ, દૂધ મંડળીની મહિલાઓ અને રૂઝવણી પટેલ ફળીયા યુવક મંડળના સદસ્યોએ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ મિટિંગ બામસેફ સંગઠનના મૂળ હેતુ અનુસાર સમાજમાં જાગૃતિ લાવવા અને બહુજન સમાજને સંગઠિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
મિટિંગમાં ડો. નિરવ પટેલ, આર. આર. પટેલ, હંસાબેન પટેલ, મુકેશભાઈ, સવિતાબેન, જનકભાઈ, હિરેન, જીતેન્દ્ર પટેલ, ભાવનાબેન, હિતેશભાઈ, ભાવેશભાઈ, કાર્તિક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રૂઝવણી તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા.











