નવસારી: LPG બાદ હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. ખાનગી ફફ્યૂલ રિટેલર કંપનીઓ ઝડપથી ભાવ વધારી રહી છે. શેલ ઈન્ડિયાએ 1 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે. તેની પહેલા નાયરા એનર્જી ભાવ વધારી ચૂકી છે. કંપનીઓનું કહેવું છે કે કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર રહેવાને કારણે આ નોબત આવી છે.
7.41 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ
અમદાવાદમાં શેલના સામાન્ય પેટ્રોલની કિંમત 111.49 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે શેલ પાવર પેટ્રોલની કિંમત 122.68 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ગુજરાતના અલગ-અલગ શહેરમાં ભાવમાં થોડો ફેરફાર હોઈ શકે છે.
25.01 રૂપિયા મોંઘુ થયું ડીઝલ
ડીઝલના મામલામાં વધારો વધુ ચોંકાવનારો રહ્યો છે. ડીઝલની કિંમતમાં એક ઝટકામાં 25.1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે સામાન્ય ડીઝલ 123 રૂપિયા આસપાસ અને પ્રીમિયમ ડીઝલ 133 રૂપિયા આસપાસ વેચાઈ રહ્યું છે. સૂત્રો પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ આવી રહી તો આવનાર સમયમાં ડીઝલની કિંમત 148 રૂપિયાથી 165 રૂપિયા પ્રતિ લીટર પહોંચી શકે છે.
મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના લોકોના આફત આવી પડી છે હજુ પણ આવનારા દિવસોમાં જો આ સ્થિતિ યથાવત રહી તો પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટો વધારો થઈ શકે છે.











