વાંસદા: વર્તમાન સમયમાં વાંસદાના આદિવાસી વિસ્તારમાં મોબાઈલ વેપારીઓ લોભામણી સ્કીમો અને આકર્ષક ઓફરોના ગીફટ બહાને ભોળા આદિવાસી પરિવારોના બાળકો અને તેમના વાલીઓને ગેરમાર્ગે દોરી લુંટ ચલાવી રહ્યા છે.
Decision News ને મળેલી લોક ફરિયાદ અનુસાર G/P (નામ બદલેલ છે) નામના દુકાનદાર સહેલાઈથી હપ્તામાં મોબાઈલ આપવાના વાયદા કરીને લોન ના ચક્કરમાં આદિવાસી યુવાનોને ફસાવી રહ્યો હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે. વાંસદા તાલુકા અને તેની આસપાસના આદિવાસી સમાજના યુવાનોમાં જાગૃતિના અભાવનો લાભ ઉઠાવી સરળ હપ્તા અને તરત લોનની સુવિધા બતાવી ભોળવીને લોનના ડુંગર તળે દબાવવાનું કામ કરી રહ્યો છે. શરૂઆતમાં સરળ લાગતી આ સ્કીમો બાદમાં ઊંચા વ્યાજ દર અને હપ્તાની ચુકવણીના ભારરૂપે પરિવારો યુવાનો માં બાપ સાથે ઝઘડાઓ કરી મોબાઈલો ખરીદી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને અને કેટલાંક ઇન્ફ્લુઅસનર પાસે મીઠા મીઠા વાક્યો બોલાવી “ફ્રી મોબાઈલ”, “મોટી ગિફ્ટ” અને “લકી ડ્રો” જેવી લોભામણી જાહેરાતો દ્વારા ખાસ કરીને ગરીબ અને ભોળી પ્રજાને નિશાન બનાવવામાં આવી રહી છે ઘણા કિસ્સાઓમાં બાળકો-યુવાનો દ્વારા મોબાઈલ માટે માતા-પિતાની સાથે ઝઘડા ઉભા થયાની ફરિયાદો પણ થઇ રહી છે. આ સ્કીમોના લોભામણી જાહેરાતના પરિણામે પરિવારમાં તણાવ અને આર્થિક બોજ વધવાની સ્થિતિ ઊભી થઈ છે.
સ્થાનિક આદિવાસી આગેવાનો દ્વારા કોઈપણ સ્કીમ કે લોભામણી જાહેરાત ફસાયા વગર વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ મોબાઈલ અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદતા પહેલા ઓછામાં ઓછા 3 થી 4 દુકાનોમાં ભાવ અને ગુણવત્તાની તપાસ કરવી અને લોન લેતા પહેલા તેની તમામ શરતો તથા વ્યાજદરની સ્પષ્ટ સમજ મેળવવી લેવાનું કહ્યું છે.
( Decision News ના રીસર્ચ દરમિયાન અને હજુ વધુ લોક ફરિયાદ કરશે તો થોડા સમયમાં ‘દુકાન’ સાચા નામ સાથે સમાચાર પ્રકાશિત કરવામાં આવશે)











