વલસાડ: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે પાર્ટીના મીડિયા વિભાગને વધુ મજબૂત બનાવવા માટે ૭ પ્રદેશ સહ-પ્રવક્તાઓ અને ૨ મીડિયા સહ-ઈન્ચાર્જની નિમણૂક કરી છે. આમાં વલસાડ (એસટી) લોકસભા સાંસદ ધવલભાઈ પટેલને પ્રદેશ સહ-પ્રવક્તા તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

ધવલ પટેલે પોતાના વિધાનમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી. એલ. સંતોષજી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા તમામ પદાધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

તેમણે કહ્યું કે, “પક્ષ દ્વારા સોંપાયેલ આ જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને જવાબદારીભાવ સાથે નિભાવીશ. પક્ષની વિચારધારા, સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસના કાર્યોને મીડિયાના માધ્યમથી વધુ અસરકારક રીતે પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહીશ.” ધવલ પટેલે વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના મજબૂત સંગઠનને આગળ વધારતા અને “સર્વે જનઃ સુખિનોઃ ભવંતુ”ના સંકલ્પ સાથે જનસેવા તથા રાષ્ટ્રસેવામાં હંમેશા સમર્પિત રહીશ.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 27 માર્ચ, 2026ના રોજ આ નિમણૂકોની જાહેરાત કરી હતી. આ નિમણૂક વલસાડના સાંસદ ધવલ પટેલને પાર્ટીના મીડિયા સંચારમાં મહત્વની ભૂમિકા આપે છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીમાં પાર્ટીને વધુ સશક્ત બનાવશે તેવી અપેક્ષા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here