ધરમપુર: સવારે 9:00 કલાકે ધરમપુર તાલુકા કરજવેરી ગ્રામ પંચાયત ખાતે 108 ઇમર્જન્સી ટ્રાન્સપોર્ટેશન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા આસપાસના ગામડાઓના દર્દીઓને તાત્કાલિક અને વિનામૂલ્યે મેડિકલ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડશે.
શુભારંભ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી અનિતાબેન પાડવીની અધ્યક્ષતામાં પંચાયત સભ્યો મહેશભાઈ તથા જયેશભાઈ, ગ્રામ અગ્રણીઓ શ્રી બાબરભાઈ ભોયા, શ્રી ઉત્તમભાઈ ચૌરા, ચુનીલાલભાઈ માહલા, વિજયભાઈ પાડવી, તરુણભાઈ, હરેશભાઈ, કીર્તિગાંવિત, તાલુકા સંગઠન કારોબારી સભ્ય મનિષાબેન તેમજ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ અને ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ તબક્કે ગ્રામજનોએ સરકારશ્રીના આ સરાહનીય પગલા માટે આનંદ વ્યક્ત કર્યો હતો અને ગામ તેમજ આસપાસના વિસ્તાર માટે આ સેવાના મહત્વને રેખાંકિત કર્યું હતું. તેઓએ સરકારનો આભાર માન્યો હતો કે હવે આસપાસના ગામડાઓમાં ઇમર્જન્સી સમયે દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં મદદ મળશે. આ નવી સેવાના ઉમેરાથી કરજવેરી અને આસપાસના વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા મળશે. સરકારના આ પગલાને ગ્રામજનોએ સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આ સેવા વધુમાં વધુ લોકો સુધી પહોંચશે.











