ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના આછવણી ગ્રામપંચાયતના સત્તાધીશોની રહેમરાહે ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા ચલાવવા બાબતે ડો.અમિત પટેલને વાંસદા પ્રાંત અધિકારી દ્વારા ક્લીનચિટ આપવામાં આવતા નારાજ ફરિયાદી દ્વારા નવસારી કલેકટરને ફરિયાદ કરવામાં આવી છે.

Decision News  સાથે વાત કરતાં ફરિયાદી જણાવે છે કે ખેરગામના આછવણી ગ્રામપંચાયતના સત્તાધીશોની રહેમરાહે ગેરકાયદેસર ઇંટના ભઠ્ઠા સહિતના અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલી રહી છે.આ ભઠ્ઠાઓએ પ્રદુષણ સહીત તમામ નીતિનિયમો નેવે મૂકીને ચાલતા આવેલ છે.આથી વૈભવ વાઘીયા નામક યુવક દ્વારા ગત વર્ષે ખેરગામ મામલતદારને ફરિયાદ કરીને ડો.અમિત પટેલ દ્વારા ચલાવવામાં આવતા ઈંટના ભઠ્ઠાઓ નીતિનિયમો મુજબ ચાલે છે કે નથી ચાલતા તે અંગે વિવિધ માહિતીઓ માંગતી અરજી કરેલ હતી.આ બાબતે ખેરગામ મામલતદાર કચેરીના સર્કલ અધિકારી દ્વારા પંચોની રૂબરૂમાં કરવામાં આવેલ સ્થળ તપાસ દરમ્યાન ઘણુંબધું ગેરકાયદેસર હોવાની તેમજ 73AA ની શરતભંગ થયેલ હોવાનું માલુમ પડેલ હતું.આથી ખેરગામ મામલતદાર દ્વારાં પગલાં લેવાની ભલામણ સાથે સક્ષમ અધિકારી વાંસદા પ્રાંતને પત્ર લખવામાં આવેલ હતો.જે અન્વયે મામલતદાર દ્વારા મોકલેલ પત્ર પર લાંબા સમયસુધી કોઈ કાર્યવાહી નહીં થતા,વૈભવે આરટીઆઈથી માહિતી મેળવવાનો પ્રયાસ કરેલ પરંતુ 2 વાર પ્રયાસ કરવા છતાં જવાબ નહીં મળતા વૈભવ દ્વારા નવસારી અધિક નિવાસી કલેકટર સમક્ષ અપીલ દાખલ કરતા નવસારી અધિક નિવાસી કલેકટર દ્વારા વાંસદા પ્રાંત અધિકારીને અરજદાર વૈભવને તમામ કાગળો આપી દેવા આદેશ આપેલ હતો જેમાં વાંસદા પ્રાંત અધિકારી દ્વારા સુનવણી માટે હાજર રહેવા જણાવેલ એકપણ પત્ર વૈભવને મળેલ ન હતો આથી વૈભવે પોતાની ફરિયાદમાં વાંસદા પ્રાંત દ્વારા નિષ્પક્ષ અને વ્યવસ્થિત કામગીરી નહીં થઇ રહી હોવાના આક્ષેપ સાથે નવસારી કલેકટરને પત્ર લખતા વાંસદા પ્રાંતે વૈભવને તારીખ 3/2/26 નો આદેશ જે રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલતા 13/2/26 ના મળેલ હતો.વાંસદા પ્રાંત અધિકારીએ પોતાના આદેશમાં ખેરગામ મામલતદારના તમામ મુદ્દાઓ તારણમા લીધેલ જેમાં ડો.અમિત પટેલ અન્ય વ્યક્તિની 73એએ ની જગ્યામાં નિયમોનુસાર જિલ્લા કલેકટરની પૂર્વમંજૂરી મેળવ્યા વગર તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સહીત અન્ય નીતિનિયમોની ખુલ્લેઆમ અવગણના કરી લાંબા સમયથી ઈંટના ભઠ્ઠા ચલાવતો આવેલ તે વાતને ધ્યાને લઈને નિયમોનુસાર દંડ કરવાને બદલે હાલમાં 8 મહિનાથી ઈંટનો ધંધો બંધ હોવાનું કારણ જણાવી કોઈપણ દંડ કરેલ નહીં આથી પ્રાંત અધિકારી વાંસદાના નિર્ણય સામે નારાજ વૈભવે નવસારી જિલ્લા કલેકટર સમક્ષ અપીલ અરજી દાખલ કરી ન્યાયની ગુહાર લગાવી છે.

આ બાબતે વૈભવે વેદના ઠાલવતા જણાવ્યું હતું કે મારાં પિતા સ્વ.ગણેશભાઈ વાઘીયાએ પાંચ વર્ષ પહેલા લીધેલ દુકાનનો કબ્જો મેળવવામાં અમારી ચંપલ ઘસાય ગઈ છે તો પણ અમને ન્યાય નથી મળતો અને આવી રીતે ગેરકાયદેસર ધંધાઓ કરનાર ડો.અમિત પટેલ જેવા લોકો પર તંત્ર રહેમરાહ રાખી રહ્યું છે અને તંત્રની રહેમરાહના લીધે આવા ગેરકાયદેસર ધંધા કરતા લોકોને પ્રોત્સાહન મળતા તેઓ અમારાં હકની દુકાન છીનવીને ગુનાહિત છેતરપિંડી આચરનાર શૈલેષ પટેલ અને લાલજી પટેલ જેવા ઈસમોને ગેરકાયદેસર સહકાર આપીને અમારા જેવા ગરીબોના હકનું મેળવવામાં ન્યાયમા અવરોધ ઉભો કરે છે.ઘણીવાર એવું લાગે છે કે દુનિયામાં ગરીબ જન્મવું જ અપરાધ છે કારણકે ગરીબોને ન્યાય મળવો એટલે લોઢાના ચણા ચાવવા જેવું કઠિન કામ છે.પરંતુ અમે હિંમત હાર્યા વગર છેક સુધી અમને ન્યાય નહીં મળે ત્યાંસુધી લડત આપીશું.આ અન્યાય બાબતે નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રામેડમ ન્યાય અપાવશે એવી અમને ખુબ આશા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here