ચીખલી: મોબાઈલના યુગમાં માટી સાથે જોડાયેલી પરંપરાગત રમતોને ઉજાગર કરતો ‘રાનકુવા ઝોન’નો સરાહનીય પ્રયાસ રૂપે ચીખલી રાનકુવામાં સમસ્ત આદિવાસી સમાજ રાનકુવા ઝોન દ્વારા ભવ્ય રાત્રી કબડ્ડી અને રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના રાનકુવા ખાતે ‘સમસ્ત આદિવાસી સમાજ રાનકુવા ઝોન’ દ્વારા આયોજિત રાત્રી કબડ્ડી અને રસ્સાખેંચની રમત અત્યંત ઉત્સાહભેર અને ભવ્ય માહોલમાં સંપન્ન થઈ હતી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને જાળવી રાખી, આધુનિક યુગમાં યુવાનોને મેદાની રમતો તરફ વાળવા માટે આ સુંદર આયોજન ખાસ કરીને ચીખલી તાલુકા શિક્ષકસંઘના પ્રમુખ હિતેશ પટેલ, હાર્દિક પટેલ ધવલ પટેલ, મનીષ પટેલ, હિતેશ પટેલ સહિતના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.
આ રમતોત્સવમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ડૉ.પ્રદીપ ગરાસિયા,ગુજરાત રાજ્ય પ્રમુખશ્રી,સમસ્ત આદિવાસી સમાજ ડૉ.નિરવ ભુલાભાઇ પટેલ,પ્રમુખશ્રી, સમસ્ત આદિવાસી સમાજ,નવસારી, ડી.એમ.પટેલ, હિતેશ પટેલ રાનવેરી, મનીષ ધોડિયા, કાર્તિક તેમજ જયેશ પટેલ, ચીખલી સરપંચ એસોસિયન પ્રમુખ, મીણકચ્છ, નલિન પટેલ વાંઝણા સરપંચ, જયવદન પટેલ કાંગવાઈ સરપંચ, નીરવ પટેલ રાનવેરી કલ્લા, નીતિન પટેલ, જગદીશ પટેલ ભૂતપૂર્વ તાલુકા શિક્ષણ અધિકારી, તેજલ પટેલ માજી સરપંચ, રમેશ પટેલ સાદડવેલ, યોગેશ પટેલ ખાંભડા,અક્ષય માણેકપોર, નિતેશ માણેકપોર અને નવસારી જિલ્લા શિક્ષક સંઘના યજુવેન્દ્રભાઈ અને હોદ્દેદારો સહીત અન્ય મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
કબડ્ડી અને રસ્સાખેંચમા ખૂબ જ રસાકસીભરી મેચો બાદ વિજેતા ટીમોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.રાત્રી કબડ્ડી સ્પર્ધામા રાનકુવા પ્રથમ,રાજપીપળા દ્વિતીય,તૃતીય ક્રમે નાગધરા અને રસ્સાખેંચ સ્પર્ધામા પ્રથમ ક્રમે સાદડવેલ, દ્વિતીય ક્રમે બીલીમોરા અને તૃતીય ક્રમે રાનકુવા આવેલ હતા. આજના ડિજિટલ અને મોબાઈલ યુગમાં જ્યારે યુવા પેઢી મેદાનથી દૂર થઈ રહી છે, ત્યારે માટી સાથે જોડાયેલી આ પરંપરાગત રમતોને જીવંત રાખવા બદલ ઉપસ્થિત મહાનુભાવોએ રાનકુવા ઝોનના આયોજકોની સરાહના કરી હતી.આ પ્રકારના આયોજનોથી સમાજમાં એકતા અને ખેલદિલીની ભાવના મજબૂત બને છે તેવું વક્તાઓએ જણાવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રાનકુવા ઝોનના કાર્યકરો અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.











