કોર્ટ નિર્ણય: બળાત્કાર/ બળાત્કારની કોશિશ/ સેક્સ્યુઅલ અસોલ્ટ અંગે બે ચુકાદાઓના કારણે લોકોમાં રોષ છે. 17 માર્ચ 2025ના રોજ, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાએ (અકાશ અને અન્યો વિ. સ્ટેટ ઓફ યુ.પી.) ચુકાદો આપ્યો કે “સ્તન દબાવવા અને પાયજામાનું નાડું તોડવું બળાત્કાર કે તેની કોશિશ નથી, પરંતુ તૈયારી અથવા અગ્રેવેટેડ સેક્સ્યુઅલ અસોલ્ટ છે.” જો કે પછી સુપ્રીમ કોર્ટે માર્ચ 26, 2025ના રોજ આ ચુકાદાને ‘શોકિંગ અને અસંવેદનશીલ’ કહીને સ્ટે કરી દીધો અને આ ઘટનાને બળાત્કારની કોશિશ તરીકે ગણી.
16 ફેબ્રુઆરી 2026ના રોજ, છત્તીસગઢ હાઈકોર્ટના જસ્ટિસ નરેન્દ્ર કુમાર વ્યાસે (વસુદેવ ગોંડ વિ. સ્ટેટ ઓફ છત્તીસગઢ) ચુકાદો આપ્યો કે “યોની પર લિંગ મૂકી વીર્યપાત કરવો તે બળાત્કાર નથી, પરંતુ બળાત્કારની કોશિશ છે.” (IPC કલમ 375/511 હેઠળ). મેડિકલ પુરાવા અને વિક્ટિમના નિવેદનમાં પ્રવેશ સાબિત ન થતા સજા ઘટાડી 3.5 વર્ષ કરી.
આ બન્ને કેસમાં જજ બ્રાહ્મણ છે એટલે બન્ને કેસને મનુસ્મૃતિ માનસિકતા સાથે જોડવામાં આવ્યા. પરંતુ આવી બાબતમાં કાયદો શું વ્યાખ્યા કરે છે તે મહત્વનું છે. Bharatiya Nyaya Sanhita 2023ની કલમ-63, (જે અગાઉ IPC કલમ 375 હતી) બળાત્કાર (rape)ની વ્યાખ્યા મુખ્યત્વે પ્રવેશ (penetration) પર આધારિત છે. આ વ્યાખ્યા મુજબ પુરુષ પોતાનું શિશ્ન સ્ત્રીની યોનિ/ મોં/ ગુદામાં પ્રવેશ કરાવે તો બળાત્કારનો ગુનો બને. કે કોઈ વસ્તુ કે આંગળી પ્રવેશ કરાવે તો બળાત્કાર બને. શરીરના કોઈ ભાગને એવી રીતે હલાવે કે પ્રવેશ થાય. મોંને યોનિ, ગુદા કે મૂત્રમાર્ગ પર લગાવે (oral sex) તો બળાત્કાર બંને. આ બધું સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ, સંમતિ વિના, ધમકીથી, ભ્રમમાં મૂકીને, નશામાં, અથવા 18 વર્ષથી ઓછી ઉંમરની હોય તો બળાત્કાર ગણાય.
સ્તન દબાવવા (breast groping / fondling) આ બળાત્કાર નથી. આને યૌન ઉત્પીડન (sexual harassment/assault) ગણવામાં આવે છે. (IPC/BNS કલમ 354, 354A) બાળકી હોય તો POCSO લાગે. છોકરીના પાયજામાનું નાડું છોડી નાખવું તેને સુપ્રીમ કોર્ટે બળાત્કારની કોશિશનો ગુનો માન્યો છે. યાદ રહે, બળાત્કાર એ પીડિતાની ચેતનાની હત્યા છે !
શું કરવું જોઈએ ?
[1] બળાત્કારની વ્યાખ્યા penetration-centric છે, તેને વિસ્તૃત કરવાની જરુર છે. ઘણા દેશોમાં rapeની વ્યાખ્યા વધુ વ્યાપક છે (sexual penetration OR sexual contact without consent)
[2] Marital rape હજુ criminalize નથી થયું (18+ વાળી પત્ની સાથે)
[3] પુરુષો/ટ્રાન્સજેન્ડર પરના rapeને પણ આવરી લેતું gender-neutral નથી.
[4] સજામાં વધારો કરવાની જરુર છે. BNS કલમ-64 મુજબ બળાત્કાર માટે ઓછામાં ઓછી 10 વર્ષની કઠોર કેદ (rigorous imprisonment) છે,જે આજીવન કેદ સુધી થઈ શકે છે ઉપરાંત દંડ. 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર બળાત્કાર સબબ કલમ-65(2) હેઠળ 20 વર્ષથી આજીવન કેદ અથવા ફાંસીની સજા ઉપરાંત દંડ. 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર સામૂહિક બળાત્કાર માટે કલમ-70(2) હેઠળ આજીવન કેદ (natural life) અથવા ફાંસી ઉપરાંત દંડ. જો પીડિતા 18 વર્ષથી ઓછી હોય તો POCSO Act પણ લાગુ પડે છે, જેમાં સજા વધુ કડક છે…બળાત્કારની કોશિશ (Attempt to commit rape) માટે 7-10 વર્ષ સુધીની કેદ ઉપરાંત દંડ થાય. (BNS કલમ-69/ 61) જાતીય હુમલા (Sexual assault / Outraging modesty / Aggravated forms) માટે કલમ-74 સ્ત્રીની મર્યાદા ભંગ કરવાનો ઇરાદો (outraging modesty) 3 વર્ષ સુધીની કેદ તથા દંડ. કલમ-75 જાતીય હેરાનગતિ (sexual harassment) સજા ૩ વર્ષ સુધીની કેદ તથા દંડ. કલમ 76 કપડાં ઉતારવાનો ઇરાદો સજા 3-7 વર્ષની કેદ તથા દંડ. કલમ-77 વોયરિઝમ (voyeurism) માટે સજા 1-3 વર્ષ (પહેલી વખત ઓછી, બીજી વખત વધુ.
[5] Victimની ટ્રોમા અને હિંસાની તીવ્રતા અનુસાર સજા થવી જોઈએ.
[6] બળાત્કારનો ગુનો એકથી વધુ વખત કરનાર દોષિતની ખસી કરવાની જોગવાઈ થવી જોઈએ !
BY: રમેશ સવાણી








