ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન પીરસતી વેળાએ ચણા ચાટમાંથી એક કાપડની પોટલી મળી આવી આ પોટલીમાં કોઈ રાસાયણિક પદાર્થ હોવાનું જણાતા શાળાના આચાર્યાએ તાત્કાલિક ભોજન વિતરણ અટકાવતા લગભગ 200 બાળકોનો આબાદ બચાવ થયાનો કિસ્સો બહાર આવ્યો છે.

છેલ્લાં ઘણા સમયથી મધ્યાહન ભોજન બનાવતું ‘નાયક ફાઉન્ડેશન’ દ્વારા વિવાદમાં છે આ સંસ્થા અગાઉ પણ હલકી ગુણવત્તાનું ભોજન આપવાના દ્રશ્યો સામે આવી ચૂકયા છે, વારંવાર હલકી ગુણવત્તા વાળા ભોજન પ્રકાશમાં આવ્યા છતાં તંત્ર દ્વારા ફાઉન્ડેશનને બ્લેકલિસ્ટ ન કરવા સામે સવાલો ઉઠી રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ઘટનાની જાણ થતા મામલતદાર, CRC, BRC, SMC અધ્યક્ષ સહિતના અધિકારીઓ શાળાએ પહોંચ્યા હતા. ફૂડ સેફટી અધિકારીઓએ ભોજનના નમૂના લીધા છે, જેને નવસારી ખાતેની ફૂડ સેફટી કચેરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. ખેરગામ મામલતદાર ભાવેશભાઈ જણાવે છે કે તેમણે પુષ્ટિ કરી કે ચણા ચાટમાં કાળા રંગની કાપડની પોટલીમાં પથ્થર જેવો પદાર્થ જોવા મળ્યો છે. અમે રિપોર્ટ આવ્યા બાદ ‘નાયક ફાઉન્ડેશન’ સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here