ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના રાજપુર તલાટ ગામની પ્રાથમિક શાળાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં  મોટી ઢોલડુંગરી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ પણ આજે ભાજપની ટીમ સાથે જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું અને લોકોનું કહેવું હતું કે કલ્પેશ પટેલ પણ ભાજપના શરણે આવી ગયા છે.

Decision News સાથે વાત કરતાં લોકો કહે છે કે રાજપુર તલાટ ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હતું તેને તોડી નવું મકાન બનાવવાની મંજુરી મળી ગઈ હતી, પણ કોન્ટ્રાકટર દ્વારા એમ કહેવામાં આવતું હતું કે સ્કૂલનો નકશો ગાંધીનગર થી આવે પછી ચાલુ થશે જેને કારણે બાળકોને ગ્રામ પંચાયતના મકાનમાં ભણવા મજબુર થવું પડતું હતું પણ આજે જ્યારે શાળાના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે ગ્રામજનોમાં ખુશી તો હતી જ પણ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા કેમકે કલ્પેશ પણ ભાજપના આગેવાનો સાથે હસી મજાક અને હળવા મૂડમાં જોવા મળ્યો હતો. લોકો કહી રહ્યા છે ભાજપને દિવસ રાત કોસતો માણસ આજે તેમની સાથે હસી ખુશીથી ફોટા પડાવી રહ્યો હતો.

ધરમપુર તાલુકા પંચાયત અને જિલ્પાલા પંચાયતની થોડા સમયમાં ચુંટણીઓ આવી રહી છે ત્યારે આ કિસ્સાથી ધરમપુરના રાજકારણમાં વિવાદ ઉભો કરી દીધો છે ? શું કલ્પેશ પટેલ ભાજપમાં જોડાવવાનો છે ? શું ધારાસભ્ય અરવિંદ પટેલ કલ્પેશ પટેલને ભાજપમાંથી જિલ્લા પંચાયતની ટીકીટ ઓફર કરવાના છે ? શું ભાજપએ નવા ચેહરાના રૂપમાં કલ્પેશ પટેલની પસંદગી કરી છે. આખરે ધરમપુરના રાજકારણમાં શું રંધાય રહ્યું છે એ તો આવનારો સમય જ બતાવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here