ઉમરગામ: ઉમરગામ તાલુકામાં આવેલ શ્રીમતી સરસ્વતીબેન કનૈયાલાલ બોરલાઈવાલા મહિલા અધ્યાપન મંદિર,બોરલાઈ કોલેજના પરિસરમા ભણતર દરમ્યાન માનસિક ત્રાસ ગુજારી આત્મહત્યા કરવા મજબુર કર્યાનો આક્ષેપ સાથે માતાપિતાએ પોલીસ ફરિયાદ કર્યાનું સામે આવ્યું છે.

ફરિયાદીની દીકરી પલક મહેશભાઈ પટેલ, દાદરી ફળિયા રૂમલા ગામની રેહવાસી ઉમર -19 વર્ષ, જે શ્રીમતી સરસ્વતીબેન કનૈયાલાલ બોરલાઈવાલા મહિલા અધ્યાપન મંદિર, બોરલાઈ, તા-ઉંમરગામ, જિ-વલસાડ કોલેજમાં 30/06/2025 ના રોજથી પીટીસીનો અભ્યાસ કરતી હતી. આ દરમ્યાન એના પર સાથે ભણતી છોકરીઓ દ્વારા વારંવાર પ્રતાડના કરવામાં આવતી અને ભણવામાં વિદનો ઉત્પન્ન કરવામાં આવતા હતા.આથી પરેશાન થઈને તે મને હોસ્ટેલમાંથી પાછી પરત લઇ જવા અથવા કોલેજમાં પોતાનો રૂમ બદલાવી આપવા આચાર્ય અને ગૃહમાતા રજૂઆત કરવા માટે વારંવાર કાકલુદીઓ કરેલ કારણકે તેઓ તેની રૂમ બદલવાની રજૂઆતો ધ્યાને લેતા હતા નહીં. આથી અમોએ આચાર્ય મેડમ સામાવાળા નંબર 2 ને ફોન કરીને રૂમ બદલી આપવા વિનંતી કરેલ,જવાબમાં તેમણે હા કરી દઈશું એમ જણાવેલ પરંતુ રૂમ બદલી આપેલ નહીં,આથી અમે દીકરીને ધરપત આપી અભ્યાસ ચાલુ રાખવા સમજ આપેલ હતી.

ગત તારીખ 06/02/2026 ના રોજ મારી દીકરી ઘરે આવેલી ત્યારથી ઉદાસ રહેતી હતી અને એક ની એક વાત જણાવતી આવેલ કે મારે હવે કોલેજ નથી જવુ,મને ત્યાં નથી ગમતું,મને ત્યાં ખુબ જ હેરાનગતિ થાય છે.પલક સાથે ભણતી મારાં બેનની દીકરી પટોડિયા અંજલિ જયેશભાઇ જે 11/2/26 ના રોજ કોલેજ જવા પરત નીકળી ગયેલ,આથી પલકને પણ અમે સમજાવેલ કે દીકરા તુ પણ હવે જા અને ભણ, પરંતુ પલકે સતત ના પાડવાનું ચાલુ રાખેલ કે મારે ત્યાં જવુ જ નથી. પરંતુ અમે એનું ભણતર બગડે નહીં તે માટે થઈને એના મંગેતર ઝીનલ પટેલ સાથે 12/2/26 ના રોજ કોલેજ મોકલેલ. પરંતુ અમારી દીકરી પલક કોલેજના દરવાજા પર જ ઉભા રહી જઈ મારે કોલેજ જવુ જ નથી એવું રડીને જણાવતા અમે દીકરીને સમજાવટ કરેલ પણ દીકરી નહીં માનતા પરત બોલાવી લીધેલ, ત્યાંથી પરત આવીને દીકરી મારી સાથે મારી દરજીની દુકાને સુનમૂન બેસી રહેલ, આથી અમે એને સમજાવેલ. પરંતુ સતત માનસિક હેરાનગતિથી ત્રસ્ત પલક રાત્રે લગભગ 8-9 વાગેની વચ્ચે કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ.અમને ખબર પડતા જ અમે તરત જ પરિવારજનોએ શોધખોળ ચાલુ કરી દીધેલ અને આખી રાતના પણ શોધખોળ ચાલુ જ રાખેલ અને બીજા દિવસે ગુમ થયા હોવાની જાણ ખેરગામ પોલિસ મથકે કરેલ.14/2/26 ના રોજ અમારી દીકરી પલક મૃત હાલતમાં અમને બહેજ ખાતેથી મળી આવી હતી.

ત્યાર બાદ મારી બેનની દીકરી અંજલિ જે પલક સાથે ભણતી હતી તેણે રડતા રડતા અમારી સમક્ષ ખુલાસો કરેલ કે મામાં પલકદીદીને હોસ્ટેલ અને કોલેજમાં આચાર્ય અને ગૃહમાતા દ્વારા વલસાડ કોલેજમા અધૂરો કોર્સ કરી રાજીનામુ મૂકી દીધેલ હોવા બાબતે અન્ય વિદ્યાર્થીનીઓની સામે સતત મહેણાં ટોણા મારી ખુબ પરેશાન કરવામાં આવેલ હોવાની રજૂઆત કરેલ અને અન્ય વિદ્યાર્થીનીઓ સતત ઘોંઘાટ કરતી રહેતી હોવાથી પલકને વાંચવામાં તકલીફ પડવા બાબતે વિદ્યાર્થીનીઓને અવાજ કરવા ના પાડતા થયેલ બોલાચાલીને વિદ્યાર્થીનીઓએ મોટુ સ્વરૂપ આપી કોલેજ પ્રશાસન સમક્ષ ફરિયાદ કરતા પલકને ઓગસ્ટ મહિનામાં જાહેરમાં તમામ વિદ્યાર્થીઓની હાજરી અપમાનિત કરવામાં આવતા એને ખુબ માઠું લાગી આવેલ અને ત્યારથી ખુબ ઉદાસ રહેવા લાગેલ,પરંતુ અંજલિ એને સમજાવતી આવેલ કે દીદી હવે થોડા સમયમા આપણું ભણવાનું પુરુ થઇ જશે માટે તમે ચિંતા કરો નહીં. પરંતુ પલક ત્યારથી જાહેરમાં અપમાનિત થયાની લાગણીથી હમેશા ઉદાસ જ રહેવા લાગેલ છે.

અંજલિએ એ પણ જણાવેલ છે કે પલકદીદીના મૃત્યુના સમાચાર આપવા અંજલીને બોલાવીને હોસ્ટેલ ગૃહ્માતાએ જણાવેલ કે તારી પલકદીદી આવી જ રીતે વલસાડની હોસ્ટેલમાંથી ભાગી ગયેલ હતી અને હવે આવું પગલું ભરી બેઠી એમ કરીને મૃત્યુનો પણ મલાજો જાળવ્યા વગર મૃત પલક વિશે અપમાનજનક વાક્યો ઉચ્ચારેલ હતા. આમ મારી દીકરી પલક કુદરતી મોતે મરેલ નથી,પરંતુ કોલેજ પ્રશાશન દ્વારા સતત હેરાનગતિથી આત્મહત્યા કરેલ છે. માટે આપશ્રીને અમારી રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈ અને નિયમોનુસાર યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરશો એવી અમારી માંગ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here