વાંસદા: સાંસદ ધવલ પટેલ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો છે તેમ તેમની વાંસદા તાલુકા અને તેની આસપાસના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ આપવામાં આવી છે.

વાંસદા તાલુકામાં વિપક્ષી ધારસભ્ય માત્ર વિરોધ કરવામાં પોતાનો અને આમ જનતાનો સમય વેડફી લોકોને ગેરમાર્ગે દોરવાના સતત પ્રયત્ન કરી રહ્યા હોવાને લઇ વાંસદા ખાતે ભોળી આદિવાસી પ્રજાને પાયાની સુવિધા તેમજ શિક્ષણક્ષેત્રે ખૂબ મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો એવા સમયે પ્રજાની સેવા અને તાલુકાના વિકાસ માટે વલસાડ-ડાંગ લોકસભામાં સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદામાં વિજ્ઞાન કોલેજ લાવવા માટે ઘણા સમયથી નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ જોડે ચર્ચા કરી અને દિશામાં કોઈપણ ભોગે વાંસદા વિજ્ઞાન કોલેજ લાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા શરૂવાતમાં જ્યારે સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા ખાતે લોકદરબાર યોજવામાં આવ્યા એ સમયે મોટી સંખ્યામાં વિધાર્થીઓ ધવલભાઈ પટેલને રૂબરૂ મળી વિજ્ઞાન કોલેજ માટે રજુવાત કરી. આદિવાસી વિસ્તારના બાળકોને ઘર આંગણે સારું અને ઓછા ખર્ચે શિક્ષણ મળે એ હેતુ થી રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને જુલાઈ 2025 અને ડિસેમ્બર 2025 એમ બે વાર લેટર લખી વાંસદામાં વિજ્ઞાન કોલેજ માટેની દરખાસ્ત રજુ કરી હતી

મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી પાસે સાંસદ ધવલભાઈ પટેલના અથાગ પ્રયત્નો અને અનેક રજુવાતના દોરને લઈ આખરે સરકાર દ્વારા રજુવાત પર મોહર લગાવી વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ આપવામાં આવતા સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા નાણાંમંત્રી, શિક્ષણમંત્રી તથા મુખ્યમંત્રીજીનો આભાર વ્યક્ત કર્યો હતો  આ પ્રસંગે સાંસદ ધવલભાઈ પટેલને રજુવાત કરનાર વિધાર્થીઓ દ્વારા વાંસદા ખાતે સાંસદનું સન્માન પણ કરવામાં આવશે

સાંસદ ધવલ પટેલ જણાવે છે કે વાંસદા ખાતે અગાઉ મોટી સંખ્યામાં વિધાર્થીઓ દ્વારા મને વિજ્ઞાન કોલેજ માટે રજુવાત કરી હતી જેને લઈ મેં આ દીશામાં કામગીરી શરૂ કરી નાણાંમંત્રી,શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને રજુવાત કરી રૂબરૂ ચર્ચાઓ કરી વિજ્ઞાન કોલેજની મંજુરી મેળવી છે આદિવાસી વિસ્તારના આવા અનેક પ્રશ્નોને લઈ સરકારમાં રજુવાત કરી વાંસદાને વિકાસની દિશામાં ખૂબ આગળ લઈ જવા માટે સરકાર સાથે અમે તત્પર છીએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here