ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના આગેવાનો દ્વારા ‘ગરીબોના મસીહા’ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) તેમજ ભારત આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી છોટુભાઈ વસાવા સાહેબ સાથે એક મહત્વપૂર્ણ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ બેઠકમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની રણનીતિ અને આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. ટૂંક જ સમયમાં ગુજરાત પ્રદેશ ભારત આદિવાસી સંવિધાન સેના અને BTP ની ખાલી પડેલી તમામ જગ્યાઓ પર નિમણૂક કરી સંગઠનને ગામે-ગામ મજબૂત કરવામાં આવશે. આવનારી પંચાયત ચૂંટણીઓમાં આદિવાસી સમાજનો અવાજ બુલંદ બને અને સાચું પ્રતિનિધિત્વ મળે તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આદિવાસી અસ્તિત્વ બચાવો રેલી’: ઉમરગામ થી અંબાજી સુધી ટૂંક સમયમાં એક વિશાળ રેલીનું આયોજન થશે, જે લોકશાહીના હનન સામે અને આદિવાસીઓના હક માટે હશે.

ડાંગ જિલ્લા પ્રમુખ શ્રી નિલેશભાઈ એસ. ઝાંબરે જણાવ્યું હતું કે, “આજે સરકાર અને વિપક્ષ (કોંગ્રેસ, આપ) બંને પાંચમી અનુસૂચિ કે PESA એક્ટની વાત કરતા નથી. 1 એપ્રિલથી શરૂ થતી વસ્તી ગણતરીમાં આદિવાસી સમાજને મોટું નુકસાન કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. આદિવાસીઓનું બજેટ ખોટી જગ્યાએ વાપરી સમાજને ગુલામ બનાવવાની પેરવી થઈ રહી છે. હવે સમય આવી ગયો છે કે સમાજ જાગે અને જે નેતાઓ આપણા માટે લડે છે તેમને ટેકો આપે.”


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here