ગુજરાત: પોલીસ, ન્યાયપાલિકા, જેલ વ્યવસ્થા અને કાનૂની સહાય આ ચાર આધારસ્તંભો પર આધારિત આ અહેવાલ કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકૃત આંકડાઓ પરથી તૈયાર ‘જસ્ટીસ ઇન્ડિયા’ અહેવાલમાં 2025માં ભાજપ શાસિત ગુજરાત સીધું 11 મા સ્થાને પહોચી ગયું છે.. બોલો

વર્ષ 2022 માં ગુજરાત ચોથા સ્થાને હતું જે વર્ષ 2025 માં સીધું 11 મા સ્થાને પહોચી ગયું છે. આ માત્ર રેન્કિંગનો ઘટાડો નહીં, પરંતુ શાસનની નિષ્ફળતાનો પુરાવો છે. દેશભરમાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી, મહિલા હેલ્પડેસ્ક જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. વિવિધતા- ડાયર્વસીટી રેન્કમાં ગુજરાત માત્ર 4.81 સ્કોર 10 માં સ્થાને આવે છે. આશરે 20.3 લાખ પોલીસ કર્મચારીઓમાંથી 1,000 થી પણ ઓછી મહિલાઓ ઉચ્ચ અધિકારી પદે છે આ દર્શાવે છે કે “બેટી બચાવો” માત્ર નારા પૂરતું રહી ગયું છે. દેશભરમાં ન્યાયાધીશો અને સ્ટાફની મોટી ખાલી જગ્યા છે. ગુજરાતની રેન્કિંગમાં થયેલો ઘટાડો માત્ર આંકડો નથી, તે ગુજરાત સરકારની ન્યાય વ્યવસ્થામાં માનવ સંસાધન, આયોજન અને ઈચ્છાશક્તિની નિષ્ફળતા દર્શાવે છે.

ન્યાય કોઈ વિશેષાધિકાર નહીં તે દરેક નાગરિકનો અધિકાર છે ત્યારે ન્યાયપાલિકાનાં રેન્કિગમાં ગુજરાત 14માં ક્રમાંકે છે. ગરીબ માટે “ન્યાય પહેલાં સજા”ની સ્થિતિ સર્જાઈ છે. અહેવાલ દર્શાવે છે કે કાનૂની સહાય માટે જે બજેટ ફાળવાય છે, પરંતુ તેનો પૂરતો ઉપયોગ થતો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં કાનૂની ક્લિનિક અને પેરાલિગલ વોલન્ટિયરો ઘટી રહ્યા છે પરિણામે ગરીબ નાગરિકો માટે ન્યાયના દરવાજા બંધ કરી રહ્યા છે. મહિલાઓ, દલિતો, આદિવાસીઓ અને ગરીબ વર્ગને ન્યાય સુધી પહોંચવામાં હજુ પણ ભારે અવરોધો છે. દેશભરમાં હાઈકોર્ટમાં માત્ર 14 ટકા મહિલા ન્યાયાધીશો છે જે દર્શાવે છે કે મહિલાઓને સમાન તક ઉપલબ્ધ નથી આ શરમજનક છે. ગુજરાતમાં હાઈકોર્ટ જજની 38.5 નીચલી કોર્ટનાં જજની 31.1 ટકા જગ્યાઓ ખાલી છે. મહિલા ન્યાયાધીશોનું પ્રમાણ આશરે 25 ટકા છે પરંતુ નીચલી અદાલતોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 20 ટકા છે. ગુજરાત હાઇકોર્ટનાં એક ન્યાયાધીશ પાસે સરેરાશ 4000થી વધુ કેશ છે. મોટ પાયે ન્યાય તંત્રમાં કર્મચારીઓ- ન્યાયધીશની ઘટને કારણે ન્યાયમાં વિલંબ હવે વ્યવસ્થાગત સમસ્યા બની ગયો છે.

એક દસકામાં ગુજરાતની જેલ 100 ટકાથી વધુ ભરાઈ છે. જેલોમાં ભારે ભીડ છે અને 26.2 ટકા કેદીઓ અન્ડરટ્રાયલ છે વર્ષો સુધી કેસ વિના જેલમાં રાખવામાં આવે છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં સ્ટાફની 50 ટકા જગ્યાઓ ખાલી, તપાસ અધિકારીઓની 35 ટકાથી વધુ જગ્યાઓ ખાલી હોવાને કારણે ગુજરાત 20 ક્રમાંક સાથે તળિયાનું સ્થાન મેળવ્યું છે. જે રાજ્ય સરકારની અસંવેદનશીલતા દર્શાવે છે. તપાસ અધિકારીઓમાં એક પણ મહિલાને સ્થાન નથી. પોલીસ તંત્રમાં, ન્યાયપાલિકામાં અને માનવ અધિકાર આયોગમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક અસરથી ભરવામાં આવે, કાનૂની સહાય વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે, ન્યાય વ્યવસ્થાને રાજકીય નિયંત્રણથી મુક્ત રાખવામાં આવે અને નાગરિકોને સરળતાથી ન્યાય મળેવી શકે તે સુનિશ્ચિત કરાઈ એ ખૂબ જરૂરી છે.

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ૨૦૨૫ માં ટોપ પરફોર્મ કરતા રાજ્યો
1. કર્ણાટક સિક્કિમ
2. આંધ્રપ્રદેશ હિમાચલ પ્રદેશ
3. કેરળ અરુણાચલ પ્રદેશ
4. તેલંગાણા ત્રિપુરા
5. તમિલનાડુ મેઘાલય

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિરેન બેન્કરે જણાવ્યું હતું કે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ દેશની ન્યાય વ્યવસ્થાનું તટસ્થ અને તથ્ય આધારિત મૂલ્યાંકન રજૂ કરે છે. આ અહેવાલમાં જુદા જુદા ૧૦૨ જેટલા સૂચકોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમ ગુજરાત પ્રથમ દસ રાજ્યોમાંય સ્થાન મેળવતું નથી. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ગુજરાત માટે આ અહેવાલ ચેતવણીની ઘંટડી સમાન છે. આ અહેવાલ ભાજપ સરકારના “સુશાસન”ના દાવાઓને સંપૂર્ણપણે ખોટા સાબિત કરે છે. મોટા રાજ્યોમાં કર્ણાટક પ્રથમ ક્રમાંકે, આંધ્ર પ્રદેશ બીજા, તેલંગાણા ત્રીજા, કેરળ ચોથા અને તમિલનાડુ પાંચમા ક્રમાંકે છે નાના રાજ્યોમાં સિક્કિમ પ્રથમ ક્રમાંકે, હિમાચલ પ્રદેશ બીજો ક્રમાંકે, અરુણાચલ પ્રદેશ ત્રીજા ક્રમાંકે, ત્રિપુરા ચોથા ક્રમાંકે, મેઘાલય પાંચમા ક્રમાંકે આવે છે. જે બતાવે છે કે જ્યાં ભાજપ સત્તામાં નથી, ત્યાં ન્યાય વ્યવસ્થા વધુ કાર્યક્ષમ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here