વલસાડ: સતત વિવાદમાં રહેતું શ્રીમદ્દ રાજચંદ્ર ટ્રસ્ટ ફરી વિવાદમાં આવતાં લોકોમાં ચર્ચાનો દોર શરુ થયો છે કેમ કે ફરી શ્રીમદ્દ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા ચલાવતી શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર દ્વારા દર્દી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દીની સારવારનું મસમોટુ બિલ બનાવતા અરજદાર દ્વારા વલસાડ કલેકટરને ફરિયાદ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે અને ફરિયાદ અનુસાર આમધરા ગામના રહેવાસી દિવાળીબેન મગનભાઈ પટેલને મગજમા ગંભીર ઇમરજન્સી ઉભી થતા ધરમપુર ખાતે આવેલ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમા તાત્કાલિક સારવાર અર્થે લઇ જવામાં આવેલ જ્યાં દર્દી પાસે આયુષ્માન કાર્ડ હેઠળ દર્દીની સારવાર કરાવવા માટે દર્દીના પરિવારજનોએ જણાવેલ છે પરંતુ રાજચંદ્ર હોસ્પિટલે ટૂંક સમયમાં કાર્ડમા સારવાર માટેની મંજૂરી આવે ત્યાંસુધી અમે તાત્કાલિક સારવાર ચાલુ કર્ય છીએ અને એટલુ બિલ તમારે ચૂકવવું પડશે એવું જણાવતા દર્દીને ઇમરજન્સી સારવારની જરૂર હોવાથી આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવા છતાં માટે લાચારીવશ કેસ પેમેન્ટથી સારવાર માટે હાં પાડવી પડેલ. આ બાબતે દર્દીના પુત્રી જિગીષા પટેલે જણાવેલ કે હું અને મારા પતિ બંને ખાનગી નોકરી કરતા હોવાથી આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી અમારી ઈચ્છા આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર કરાવવાની હતી પરંતુ નછૂટકે અમારે મમ્મીની તાત્કાલિક સારવાર કરાવવા માટે રાજચંદ્ર હોસ્પિટલના સંચાલકોની વાત માનવી પડી, અમે વારંવાર રજૂઆત કરતા આવેલ હોવા છતાં 24 કલાકની સારવાર દરમ્યાન જાતજાતના બિલ અમારી પાસે સતત માંગ કરવામાં આવતા અમે પૂછપરછ કરતા તદ્દન ઉડાઉ જવાબ મળેલ કે હજુ આવતીકાલે બપોરસુધી તો તમારે બિલની ચુકવણી કરવી જ પડશે.ત્યારપછી જ તમારી આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર થશે. આ વાતથી આઘાત લાગતા અમોએ નવસારી નિરાલી હોસ્પિટલ ખાતે કરાવવાનું નક્કી કરેલ અને રાજચંદ્ર હોસ્પિટલમાંથી રજા માંગેલ પરંતુ છેક સાંજે રજા આપી 22057 રૂપિયાનું બિલ બનાવેલ.જે અમે ઓનલાઇન ચુકવેલ, ત્યારબાદ અમે મારી મમ્મીને નિરાલી કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયેલ અને ત્યાં કાર્ડ હેઠળ સારવાર કરાવવા માટે વિનંતી કરતા તેમણે તાત્કાલિક તમામ સારવાર વિનામૂલ્યે કરેલ અને ખુબ સારી રીતે ઓપરેશન કરેલ.

અમોને હાલમાં સામાજિક આગેવાનો દ્વારા જાણવા મળેલ છે કે આયુષ્માન કાર્ડ યોજના હેઠળ સારવાર કરતી હોસ્પિટલો દર્દી પાસે કાર્ડ હોય તો ચાર્જ વસુલી શકે નહીં તેમછતાં અમારી પાસે રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા કાર્ડ બતાવવા છતાં મસમોટુ બિલ વસુલ કરેલ છે. આ બાબતની ફરિયાદની નકલ અમેં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલસાહેબને પણ કરેલ છે. અમને આશા છે કે કલેકટર સાહેબ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય અપાવશે.

નોંધ: આ કેસ વિષે દર્દી અને તેમના સગા સાથે DECISION NEWS મળીને વાતચિતનો વિડીયો તમારા સુધી પોહ્ચાડાવાનો પ્રયાસ કરશે. તમારા સાથે પણ આવી બન્યું હોય તો DECISION NEWS નો સંપર્ક કરી શકો છો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here