ખેરગામ: બહેજ ઝરા ફળિયામાં દીપડાએ નાની બાળકી પર હુમલો કરીને ઈજાઓ પહોંચાડતા બાળકી વલસાડ પંથકમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. આ અગાઉ પણ દીપડાઓ ફરતા જોવા મળેલ હોવાની વનવિભાગને જાણ કરેલ હોવા છતાં યોગ્ય કોઈ કાર્યવાહી નહીં થતા આ હુમલાની ઘટના બની છે-ડો.નિરવ પટેલ.

Decision News ને મળેલી જાણકારી મુજબ ખેરગામ તાલુકાના બહેજ ગામના ઝરા ફળિયામાં રહેતી 4 વર્ષીય નાની બાળકી રુહી જતીન પટેલ એના ઘરના આંગણામા રમી રહી હતી ત્યારે અચાનક દીપડો ત્રાટકયો હતો અને બાળકીને ખેંચી લઇ જવાની કોશિશ કરતા બાળકીએ બુમાબુમ કરતા ગ્રામજનો તાત્કાલિક દોડી આવતા બાળકીને મોતના મુખમાંથી બચાવી લીધી હતી અને લોકોની ભીડ ભેગી થતા દીપડો પલાયન થઈ ગયો હતો.બાળકીને વધુ સારવારઅર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી.

આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામ ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે અગાઉ પણ વારંવાર દીપડા ફરતા હોવાની ફરિયાદો થઇ ચુકી છે અને ગામલોકોના જણાવ્યા અનુસાર એક દીપડી તેના 3 બચ્ચા અને અન્ય એક દીપડા સાથે કુલ 5 દીપડાઓ બેખોફ પંથકમાં ફરી રહ્યા છે.પરંતુ વનવિભાગની આંખો હજુ ઉઘડતી નથી.હવે દરેક માબાપ માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે.ખેતરોમાં કામ કરવું કે વડીલોની સારસંભાળ રાખવું પણ કપરું બન્યું છે.એકવાર જંગલી હિંસક પ્રાણીઓ આદમખોર બને પછી એલોકો માટે માણસ અને પાલતુ દૂધાળા પશુઓ એકદમ સરળ શિકાર બની જતા હોય છે કારણકે આ બંને વધારે ભાગી નથી શકતા.માટે હવે વનવિભાગે આ ઘટનાને એકદમ ગંભીરતાથી લઇ આ દીપડાઓને ત્વરિત પકડવાની કામગીરી હાથ ધરવી જોઈએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here