કપરાડા: આજરોજ કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા કક્ષાના શિક્ષક ભાઈઓ તથા બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શનિવારે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાપ્રમુખ ગોકુલપટેલની ઉપસ્થિતિ વચ્ચે માંડવા મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. બેસ્ટ ઓલ રાઉન્ડર ફિલ્ડર તરીકેનો એવોર્ડ સુથાર પાડા શાળાના લતાબેન પટેલને એનાયત થયો હતો.

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ગોકુલ.પટેલે જણાવ્યું કે શિક્ષકોમાં ખેલદિલી વધે,શિસ્ત વધે અને તાલુકાના શિક્ષકો એકબીજાને ઓળખતા થાય જેથી શૈક્ષણિક પ્રવૃતિઓ, પ્રતિભા બહાર આવે તેવા ઉમદા હેતુસર પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવે છે. તાલુકો સંઘપ્રમુખ મિતેશ.પટેલે જણાવ્યું કે રમાયેલી ટુર્નામેન્ટમાં કુલ 5 બીટો ની ટીમો વચ્ચે મેચો રમાઈ હતી, જે પૈકી શ્રેષ્ટ ખેલાડીઓની ટીમ પસંદ થશે જે જિલ્લાકક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

ટુર્નામેન્ટમાં શિક્ષિકાની બનેલી ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરતા તાલુકા શિક્ષણ સંઘપ્રમુખ  મિતેશ.પટેલ મહામંત્રી દિનેશ ભાઈ ગાંવિત, ખજાનચી ગણેશભાઈના હસ્તે શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. પૂર્વ તાલુકો પ્રમુખ બિપિન પટેલ સહિત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.