ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના ખડકી ગામમાં કલ્પેશ પટેલની ઉપસ્થિતિમાં સાંજે ઇપીસી ચર્ચ ખડકી દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને નાતાલની ધુમિલામાં ભાગ લીધો.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ઉજવણી દરમિયાન ભાઈચારાની ભાવના અને એકબીજાના દુઃખ-સુખમાં સહભાગી થવાનો સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે સ્થાનિક પાસ્ટર આશિષ ભાઈ અને તમામ આયોજક મિત્રોએ આમંત્રિત અતિથિઓનું યોગ્ય બહુમાન કર્યું હતું.
કલ્પેશ પટેલે જણાવ્યું કે, આવા કાર્યક્રમો દ્વારા સમુદાયમાં એકતા અને પરસ્પર સહકારની ભાવના મજબૂત થાય છે. તેમણે પાસ્ટર આશિષ ભાઈ તથા તમામ આયોજકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને આવી ઉજવણીઓના આયોજન માટે ખૂબ ખૂબ આભાર માન્યો. આ નાતાલ ઉજવણી ખડકી ગામના આદિવાસી વિસ્તારમાં ધાર્મિક સદ્ભાવ અને સામાજિક એકતાનું પ્રતીક બની છે.











