વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 141મા સ્થાપના દિવસની ઉજવણી વાંસદા તાલુકાના લીમઝર ખાતે આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા વાંસદા-ચીખલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનંત પટેલે કૉંગ્રેસ શું છે આઝાદીની લડતમાં અને ભારત દેશના સર્વાંગી વિકાસમાં તેનું શું યોગદાન છે તથા આજે પણ તે જનતાના હિત માટે સંઘર્ષ કરી રહી છે.” તેના વિષે યુવાપેઢીને માર્ગદર્શન આપ્યું હતું તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. અને પક્ષના યોગદાનને યાદ કરતા વિવિધ કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે કોંગ્રેસ કાર્યકર્તાઓએ પક્ષની મજબૂતી અને ભવિષ્યના સંકલ્પોની વાત કરી હતી.











