જલાલપુર: ડાભેલ ગામમાં રહેતા દીપકભાઈ હળપતિએ ગાયનું કતલ કરવાનો ઇનકાર કરતા તેમના પર માથાભારે ઈસમોએ સમયે જીવણ હુમલો કર્યો અને આ હુમલા બાદ દીપકભાઈ મોતને ભેટ્યા. આ ઘટનામાં ગતરોજ ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના પરિવારની મુલાકાત લીધી હતી અને આ દુઃખની ઘડીમાં તેમને સાંત્વના પાઠવી હતી.
ત્યારબાદ ચૈતર વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ડાભેલ ગામના દીપકભાઈ હળપતિ અમારી વચ્ચે નથી રહ્યા. આ બાબતે આજે આ પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવવા અને પ્રકૃતિ તેમને શક્તિ આપે એવી પ્રાર્થના કરવા માટે આજે મેં અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો જયારે ગાયને મારવા માટે ના પાડી જેને લઈને અમારા એક ભાઈની, અમારા એક દીકરાની હત્યા થઈ છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર કાયદા વ્યવસ્થાની વાત કરે છે, ગૌરક્ષાની વાત કરે છે અને એમની રાજનીતિ પણ ગાયથી ચાલુ થાય છે, પરંતુ જ્યારે ખુલ્લેઆમ ગાયો મરાતી હોય, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ હવે આ બાબતે ખુલાસો કરવો જોઈએ. અમારા દીકરા પર તેમણે હુમલા કર્યા, એ હુમલાખોરોમાંથી ઘણા હુમલાખરોને હજુ પણ પકડવામાં નથી આવ્યા, માટે અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે એ લોકોને પણ પકડવામાં આવે. અમારી માંગ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવામાં આવે અને આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે.
ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, અહીંયા આવીને અમે અમારા જે આ બહેન છે અને તેમના નાના બાળકો છે, એમના જીવન નિર્વાહમાં મદદરૂપ થાય એ માટે અમે યથાશક્તિ પ્રમાણે મદદ કરી છે. આદિજાતિ મદદનીશ કમિશનરને પણ અહીંયાથી જ અમે વાત કરી છે અને આ પરિવારને તાત્કાલિક ધોરણે સહાય મળે, એ માટે અમે કાર્યવાહી પણ કરાવી છે. અવારનવાર આ પ્રકારની ઘટનાઓ ઘટે છે, જમીનદારો દ્વારા અને આ પ્રકારના માથાભારે ઈસમો દ્વારા અમારા લોકોને રંજાડવામાં આવે છે અને મરી જાય ત્યાં સુધી માર મારવામાં આવે છે, અમે હવે આ બધું સહન કરવાના નથી. આવા તત્વોને અમારી ભાષામાં જે પણ જવાબ આપવાના થતા હશે, એવા જવાબ આપીશું.











