ધરમપુર: ગતરોજ રાત્રિએ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંગઠન ટીમની જાહેરાત કરી છે તેમાં વલસાડ જિલ્લા માટે મહત્વપૂર્ણ રીતે, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
Decision News એ મેળવેલી માહિતી મુજબ સંગઠનની નવી ટીમમાં કુલ 10 ઉપપ્રમુખો છે. અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. પ્રદેશ ઉપપ્રમુખ પદે અનુભવી અને સંગઠનક્ષમ નેતાઓને સ્થાન અને મહામંત્રી અને મંત્રી પદે સંતુલિત તથા પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ બનાવી સંગઠનને વધુ મજબૂત કર્યું છે. કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવી છે.
વલસાડ જિલ્લા માટે મહત્વપૂર્ણ રીતે, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત, વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ અને CWCના પૂર્વ ચેરપર્સન સોનલબેન સોલંકીને પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.











