નંદુરબાર: આદિવાસી સમાજની આઠમા ધોરણની વિધાર્થીની પર શાળાના આચાર્યએ જ બળાત્કાર કર્યાની ઘટના નંદુરબાર જિલ્લામાંથી બહાર આવી છે. આ ઘટનાએ સ્કુલોમાં વિધાર્થીઓની સલામતી પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ એવો આરોપ છે કે આચાર્યએ માત્ર વિધાર્થીની પર બળાત્કાર જ નહીં પરંતુ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આચાર્ય અને અન્ય બે લોકો સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના નંદુરબાર જિલ્લાની સરકારી આદિવાસી આશ્રમ સ્કુલની છે. પીડિતાના પરિવારે આરોપી આચાર્ય રાયસિંહ વસાવે અને છાત્રાલયના સંચાલક માલતી પાડવી વિરુદ્ધ ધડગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે.
હાલમાં, બંને આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળે છે. સ્કુલમાં જ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આ ઘટના બાદ આદિવાસી આશ્રમોની સ્કુલોમાં છોકરીઓની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. પીડિતાના પરિવાર અને ગ્રામજનોએ આરોપીઓને કડક સજાની માંગ કરી છે. સવાલ ઊભો થયો છે કે શું હવે છોકરીઓ સ્કુલોમાં પણ સુરક્ષિત નથી ? આ ઘટનાને લઈને આદિવાસી સમાજના સંગઠનોમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે.











