તારાપુર: તારાપુર ગામ સ્થિત માયરા સાર્વજનિક લાયબ્રેરીની ડેપ્યુટી કલેકટર મૌસમી પટેલ મેડમ દ્વારા તાજેતરમાં મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મેડમશ્રીએ લાયબ્રેરીની કામગીરી, ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ તેમજ સંચાલન અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ડેપ્યુટી કલેક્ટરશ્રીએ લાયબ્રેરીમાં નિયમિત રીતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો તથા તેમના અભ્યાસ અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહન આપ્યું હતું. સાથે સાથે લાયબ્રેરીના સંચાલક સાથે ચર્ચા કરી લાયબ્રેરીની પ્રવૃત્તિઓ અને ભવિષ્યની યોજનાઓ વિશે જાણકારી મેળવી હતી.

મેડમશ્રીએ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી દ્વારા આપવામાં આવતી સેવાઓની પ્રશંસા કરી હતી અને આવા જ્ઞાનકેન્દ્રો સમાજના શૈક્ષણિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમ જણાવ્યું હતું. આ મુલાકાત બદલ માયરા સાર્વજનિક લાયબ્રેરી પરિવાર તરફથી ડેપ્યુટી કલેક્ટર મૌસમી પટેલ મેડમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.