નવસારી: હાલમાં જ નવસારી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનીમાં અરજી કરેલ 19800 ખેડૂતોમાંથી 8 હજાર જેટલા ખેડૂતોને 14.25 કરોડની સહાય આપી દેવામાં આવી છે અને અન્ય ખેડૂતોને અપાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આપણે જાણીએ છીએ કે નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ થતા ડાંગર અને બીજા પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અને સરકાર પાસે સહાય પેકેજની માંગ કરી હતી ત્યારે સરકારે રાહત પેકેજ જાહેર કરી અરજી મંગાવી હતી તેમાં નવસારી જિલ્લામાં મુદત દરમિયાન 19800 ખેડૂતોએ અરજી હતી તેમાં મોટાભાગની મંજૂર થઈ અને સહાય ચૂકવણી પણ થઈ રહી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ મળતી માહિતી મુજબ સરકારે જિલ્લામાં હાલ સુધીમાં 8 હજાર જેટલા ખેડૂતોને 14.25 કરોડ રૂપિયાની સહાય ચૂકવી દીધી છે. અંદાજે 12 હજાર ખેડૂતોને પણ આગામી દિવસોમાં નુકસાની થયેલ પાક માટે સહાય ક્રમશઃ ચૂકવી દેવાશે એમ ખેતીવાડી સૂત્રોએ જણાવ્યું છે.











