વાંસદા: આજરોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાંસદા પોલીસે સાઇબર ફ્રોડ દ્વારા પૂરૂષ હોવા છતા સ્ત્રીના નામની ફેક આઇ.ડી બનાવી ફ્રોડ કરી તુટક તુટક રીતે કુલ્લે 47,850 રૂપિયા પડાવી લીધેલ જે રીકવર કરી મુળ માલિકને વાંસદા પોલીસ ટીમ પરત કર્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા પોલીસ સ્ટાફના માણસોને સાઇબર ફ્રોડ અંગે ગુનાઓ તપાસ કરી સાઇબર ફ્રોડમાં સંડોવાયેલા આરોપીઓ તથા સાઇબર ફ્રોડમાં ગયેલ પૈસા પરત રિકવર કરવા સારૂ અસરકારક કામગીરી કરી છે. વાંસદા પોલીસ સ્ટાફના માણસો દ્રારા હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી ઉંડાણ પુર્વક તપાસ કરતા વાંસદા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.11822003251175/2025 BNS કલમ-318 (4),319 (2),61 (2)(B),352 આઇ.ટી.એક્ટ કલમ-66(C),66(D) મુજબના કામે તપાસ દરમ્યાન આરોપી-અજીતભાઇ વિરીયાભાઇ નાઇક ઉ.વ.25 રહેવાસી-મલંગદેવ ખાટાડી ફળીયુ તા.સોનગઢ જી.તાપી નાએ પોતે પુરૂષ હોવા છતા છોકરીના નામનુ GmtKinju નામનુ ફેશબુક ઉપર ફેક આઇ.ડી બનાવી ફરીયાદી સાથે ફેસબુક દ્રારા પ્રેમસબંધ બાંધી પુરૂષ હોવા છતા સ્ત્રીના નામની ફેક આઇ.ડી. બનાવી ટુટક-ટુટક રૂ.47,850/- આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી સ્કેનર ફ્રોડ કરી ગુનો કરેલ જે ગુનાના કામે તપાસ દરમ્યાન પોલીસ ટીમ દ્રારા રોકડા રૂ.47,850/- રીકવર કરવામાં આવેલ જે આજરોજ આ કામના ફરીયાદીને વાંસદા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમા ફરીયાદીને સાઇબર ફ્રોડમાં ગયેલા રૂપીયા તેઓને સુપ્રત કરવામાં આવ્યા હતા.
આ સરાહનીય કામગીરી કરનાર વાંસદા પોલીસ ટીમમાં એન.એમ.આહિર પોલીસ ઈન્સ્પેક્ટર વાંસદા પો.સ્ટે, એમ. ડી. ગામીત પોલીસ ઈન્સ્પેક્ટર વાંસદા પો.સ્ટે, એ.એસ.આઇ.અનિલભાઇ લક્ષ્મણભાઇ, અ.પો.કો. નરસિંહા શંકરસિંગ, અ.પો.કો.રાકેશભાઇ રૂવાજીભાઇ સમાવેશ થાય છે.











