ચીખલી: દારૂના વ્યસનનું આજના કેટલાક યુવાઓ કેટલાં બંધાણી બની ગયા છે એનું ઉદાહરણ આજે ચીખલીથી પ્રકાશમાં આવ્યું હોય તેમ ચીખલી તાલુકાના ખરોલી ગામમાં ભવાની ઝાડી ફળીયામાં રેહતા સંજયભાઈને દારૂ ન પીવા સમજાવતા તેમણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હત.

DECISION NEWS ને ગ્રામજનોના જણાવ્યા મુજબ સંજયભાઈને ખૂબ દારૂના વીસન્ન બંધાણી હતા ત્યારે તેને પરિવારના સભ્યો દ્વારા દારૂનું ન પીવાનું સમજવામાં આવ્યું તે વાતનું તેને માઠું લાગી આવતા તેણે ભવાની ઝાડી ફળીયામાં આવેલી વસંતભાઇ લીમજીભાઈ પટેલની આંબા વાડીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી

સંજય પટેલે આંબાના ઝાડની ડાળી પર યુરિયા ખાતરની થેલીની દોરડીથી ગળેફાસો ખાધો હતો. આ આત્મહત્યાને લઈને સંજય પટેલના પિતાશ્રી દ્વારા ચીખલી પોલીસ મથકે ફરિયાદ કરાઇ હતી. પોલીસ ઘટનાને લઈને આગળની તપાસ હાથ ધરી છે.