ઝઘડિયા: ઝઘડિયાના કુંવરપરા સ:હરીપુરા વચ્ચે આવેલ નાળા પાસે ક્રેન પલટી મારતાં લોકટોળા ઉમટી પડ્યા, સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી હતી જ્યારે ક્રેન ચાલક દુર્ઘટના બાદ તાત્કાલિક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઝઘડિયા તાલુકાના કુંવરપરા સ:હરિપુરા વચ્ચે આવેલ રોડ પર આવેલ નાળું પાછલા પાંચ વર્ષ ઉપરાંતના સમયથી અતિભારે વરસાદના કારણે ધોવાઈ ગયું છે અને જેની પ્રોટેક્શન દિવાલ પણ ધોવાઈને પડી ગઈ છે ત્યારે હમણાં આ ચોમાસામાં ઘણા પુલો તૂટી જવાની ઘટના બાદ સરકાર એક્શનમાં આવી હતી અને આવા નાળા પુલોને અવર-જવર માટે બંધ કરવામાં આવ્યા હતા. અહીંયા જો વાત કરવામાં આવે કુંવરપરા સ:હરિપુરા રોડ વચ્ચે આવેલ નાળાની તો હમણાં ગત ચોમાસામાં જ તાલુકા પંચાયત ઝઘડિયા અને માર્ગ મકાન વિભાગ ભરૂચ દ્વારા ભારે વાહનોની અવરજવર પર રોક લગાવતુ ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યો છે

તેમ છતાં ભારે વાહનો પસાર થઈ રહ્યા હતા અને આજરોજ એક ભારેખમ ક્રેન પસાર થવા જતા પલટી મારી ગઈ હતી પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હતી. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ક્રેન ચાલક દુર્ઘટના બાદ તુરંત સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. દુર્ઘટનાની જાણ સ્થાનિકોને થતાં જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા.