​ઝઘડિયા: તાજેતરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના દરોમાં થયેલા ઘટાડાની સમજ આપવા માટે ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો. આ પહેલ હેઠળ સ્થાનિક વેપારીઓને આ ઘટાડાના સીધા ફાયદા અને અમલ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.​

ઝઘડિયા તાલુકાના વેપારી મથક ઉમલ્લા ખાતે રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા વેપારીઓ સાથે ખાસ વાતચીતનું આયોજન કરવામાં આવ્યું હતું.​આ સંવાદમાં ધારાસભ્ય રિતેશ વસાવા અને ભરુચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના અન્ય અગ્રણી હોદ્દેદારો પણ જોડાયા હતા.GSTના દરોમાં જે નવીનતમ ઘટાડો થયો છે, તેની વિસ્તૃત અને સરળ સમજૂતી વેપારીઓને આપી હતી.

આ ઘટાડો કેવી રીતે ગ્રાહકો અને વેપારી બંને માટે લાભદાયી નીવડશે તે સમજાવવામાં આવ્યું હતું.​ધારાસભ્ય રિતેશ વસાવાએ વેપારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને રાહત આપવાના ઉદ્દેશ્યથી આ ઘટાડો કર્યો છે. વેપારીઓએ આ લાભોનો સીધો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએ.”​જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયાએ વેપારીઓને સરકારની નીતિઓ પર વિશ્વાસ મૂકવા અને પારદર્શિતાથી વેપાર કરવા આહ્વાન કર્યું હતું. સ્થાનિક વેપારીઓમાં GST દર ઘટાડા અંગેની સ્પષ્ટતા વધી છે અને સરકાર પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી હતી