સેલવાસ: સેલવાસ નરોલી રોડ પર દમણગંગા નદી ઉપર બનાવવામાં આવેલો પુલ લાંબા સમયથી આત્મહત્યાનું સૌથી મોટુ કેન્દ્ર બની ગયું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ દમણગંગા નદીના પુલની ઉંચાઈ અને નીચે પાણીમાં પથરાળ હોવાને કારણે મોતની છલાંગ લગાવનારનું બચવું અસંભવ થઈ જાય છે.આજ કારણે આ જગ્યા પર આત્મહત્યાનું પ્રમાણ વધતું રહ્યું છે અને જનતા અસહાય બની પીડા મહેસુસ કરે છે.
આત્મહત્યાની ઘટનાઓને જોતા ઘણા સમયથી સામાજીક સંસ્થાઓ,જન પ્રતિનિધિઓએ આ પુલની બન્ને બાજુ ઉંચી અને મજબુત રેલિંગ લગાવવાની માગ કરી હતી. જેથી પ્રશાસને રેલિંગ લગાવવાનું કામ શરૂ કરતા પ્રદેશની જનતા રાહત અનુભવશે. આ રેલિંગ લાગી જવાથી આત્મહત્યાની ઘટના ઓછી થવાની સંભાવના છે.











