વલસાડ: વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકાના ભંડારકરછ ગામે આજ રોજ તા. 19-09-2025, શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.મળતી માહિતી મુજબ પ્રથમ આંચકો સવારે 2.50 વાગ્યે અનુભવાયો હતો. ત્યારબાદ ફરી 3.00 વાગ્યે અને 4.45 વાગ્યે ગામમાં સતત ત્રણ વખત 5.04 – 5.05 – 5.06 ધરતીકંપ અનુભવાતા લોકોમાં ભય અને દહેશત ફેલાઈ ગઈ હતી.

મધરાતે આવેલા આંચકાઓને કારણે લોકો પોતાના ઘરોમાંથી તાત્કાલિક બહાર આવી ખાલી મેદાનો અને સુરક્ષિત સ્થળોએ ભેગા થયા હતા.Decision News ને મળેલી માહિતી મુજબ ગામલોકોનાજણાવ્યું કે ભંડારકરછ અને આસપાસના વિસ્તારોમાં મંગળવારના રોજ પણ ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા. સતત આવી ઘટનાઓ સર્જાતા લોકોમાં ચિંતાનો માહોલ વધુ ઊંડો બન્યો છે. બાળકો અને વડીલો ખાસ કરીને ભયગ્રસ્ત થઈ ગયા હતા.

હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. તંત્ર તરફથી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં અંગે ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.સતત આવતા આંચકાઓને કારણે લોકોમાં અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે અને ભંડારકરછ ગામમાં ભારે દહેશતનું વાતાવરણ છવાયું છે.