અંકલેશ્વર: અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર એકમાં આવેલા જલારામ નગરમાં રૂપિયા 19.58 લાખના ખર્ચે ઇન્ટેકવેલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો અંત આવશે.

આ ઇન્ટેકવેલના નિર્માણથી જલારામ નગર અને તેની આસપાસના વિસ્તારોના રહીશોને વરસાદી પાણી ભરાવાથી થતી હાલાકીમાંથી મુક્તિ મળશે.Decision News ને મળેલી માહિતી મુજબ સ્થાનિકો દ્વારા લાંબા સમયથી આ સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને નગર સેવા સદન દ્વારા આ પહેલ કરવામાં આવી છે.

ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નગર સેવા સદન દ્વારા હાલમાં વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે.આ કામગીરી સ્થાનિકોની સુખાકારી માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે, કારણ કે વરસાદી પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર અને દૈનિક પ્રવૃત્તિઓમાં અવરોધ ઊભો થતો હતો.