વાંસદા:ગણેશ ચતુર્થી તહેવાર નિમીતે પ્રોહી/જુગાર ડ્રાઇવ અંગે ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં નિકળેલ પીપલખેડ ત્રણ રસ્તા પાસે એક પોપટી કલરનો ટાટા કંપનીનો 409 ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર-GJ-15 X-6781 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વાંસદા પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે.
સેલવાસથી દારૂ ભરી નાનાપોંઢા, ધરમપુર, અંકલાછ થઇ વાંસદા તરફ જનાર છે. તેવી બાતમી હકીકત મળેલ જે બાતમી હકીકતની ફોનથી અમોને જાણ કરી આપે સાથેના તમામ પોલીસ કર્મચારીઓને તથા સાથેના પંચોના માણસોને બાતમી હકીકતની વાકેફ કરી અંકલાછ ગામે ત્રણ રસ્તા પાસે પ્રોહી નાકાબંધીમાં છુટાછવાયા ગોઠવાય ગયેલા તે દરમ્યાન સદર બાતમીવાળો પોપટી કલરનો ટાટા કંપનીનો 409 ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર-GJ-15 X-6781નો આવતા તેને સરકારી લાકડી તથા બેટરીના અજવાળે ઉભો રાખવાનો ઇશારો કરતા સદર ટેમ્પોના ચાલકે તેનો ઉપરોકત ટેમ્પો રોડની સાઇડમા ઉભો રાખી ભાગવા લાગેલ હોય જેથી સાથેના પોલીસ માણસો સાથે તેની પાછળ દોડી તેને પકડી લીધેલ હતી.
પુછતાસ દરમિયાન જયમીનકુમાર ચીમનભાઇ ધો.પટેલ ઉ.વ-27 ધંધો-ડ્રાઈવિંગ રહે-મોટી કાંગવી નદી ફળીયા તા-ધરમપુર જી-વલસાડનો હોવાનું જણાવેલ અને સદર ટાટા કંપનીનો 409 ટેમ્પો મા શું ભરેલ છે. જે બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી તેને સાથે રાખી પંચોના માણસો સાથે સદર ટાટા કંપનીનો 409 ટેમ્પામાં તપાસ કરતા ટેમ્પાના પાછળના ભાગે કાળા કલરની પ્લાસ્ટીકની તાડપત્રી ખસેડી જોતા તાડપત્રીના નીચે ખાખી પુઠાના બોક્ષો મળી આવેલ જેમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોય જે સદર ઇસમને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખવા બદલ પાસ પરમીટ માંગતા તેણે નહીં હોવાનુ જણાવતા સદર જગ્યા જાહેર રોડ હોય અને રાત્રીનો સમય અને વરસાદી વાતાવરણ હોય જેથી સદર જગ્યાએ ટેમ્પા માથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નીચે ઉતારી ગણી શકાય તેમ ન હોવાથી આપ સાહેબ શ્રીના કહેવાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો સાથેના પંચો તથા પોલીસ માણસો તથા પકડાયેલ ઇસમને વાંસદા પોલીસ સ્ટેશન ખાતે લાવી પંચોના માણસો સાથે એ.એસ.આઇ અનિલભાઇ લક્ષ્મણભાઇ નાઓના મોબાઇલથી ઇક્ષાક્ષ્ય એપ્લિકેશનમાં વિડીયોગ્રાફી કરી ઉપરોક્ત ટેમ્પો માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નીચે ઉતારી પંચો રૂબરૂ ગણી જોતા નીચે મુજબનો છે.
ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હીસ્કી બાટલી નંગ-૧૯૪૪ કિ.રૂ.3,99,600/- તથા ટાટા કંપનીનો 409 ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર-GJ-15 X-6781ની કિ.રૂ.2,5000/- તથા મોબાઇલ નંગ-1 જેની કિ.રૂ.2,000/- મળી કુલ્લે કિ.રૂ.6,51,600/- નો મુદૃામાલ સાથે પકડાઇ ગયેલ છે.











