નર્મદા: નર્મદા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન પાણીમાં તણાઈ જતા યુવક ડૂબ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ મુદ્દે માહિતી મળતાની સાથે જ SDRFની ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરી છે.જોકે, હજુ સુધી તે યુવાન મળ્યો નથી.

Decision News ને મળેલી માહિતી મુજબ નર્મદા જિલ્લાના રાજપીપળાની કરજણ નદી કિનારેથી 25 વર્ષીય યુવકની નદીમાં તણાઈ જવાની માહિતી સામે આવી છે. મોતીબાગમાં રહેતો 25 વર્ષીય અર્જૂન મિત્રો સાથે નદીમાં ગણેશ વિસર્જન માટે આવ્યો હતો. જોકે, તેમણે વિસર્જન માટે બનાવેલા કૂંડમાં કે નદીના કાંઠેથી ગણેશ વિસર્જન ન કર્યું અને પૂલની વચ્ચે જઈને પાણીમાં ઉતરીને વિસર્જન કરવાનું નક્કી કર્યું.

આ દરમિયાન પાણીના ભારે વહેણમાં યુવક તણાઈ ગયો હતો. ત્યારબાદ ત્યાં હાજર તેના અન્ય મિત્રો અને સ્થાનિકોએ ફાયર વિભાગ અને પોલીસને આ વિશે જાણ કરી હતી.સમગ્ર મામલે માહિતી મળતાની સાથે જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. SDRFની ટીમ હાલ યુવકની શોધખોળમાં લાગી છે. પરંતુ હજુ સુધી યુવકની કોઈ માહિતી મળી નથી.